ધનતેરસના દિવસ ઘરે ગણીને 13 દિવડાં કરવા જોઈએ, 13 દીવા પ્રગટાવવા પાછળનું મહત્વ શું છે જાણો વિગતવાર

દિવાળીનું વિશેષ મહત્વ હિન્દુ ઘર્મમાં રહેલુ છે. દિવાળીનો તહેવાર સૌ કોઈ હર્ષોઉલ્લાસ સાથે પાંચ દિવસ ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આ તહેવારની શરૂઆત ધનતેરસના દિવસથી થાય છે. ત્યારે આ વર્ષે 10 નવેમ્બર એટલે કે શુક્રવારથી આ તહેવાર શરૂ થઈ રહ્યો છે. ધનતેરસના તહેવારનું દિવાળી પર વિશેષ મહત્વ રહેલુ છે. કારણ કે આ દિવસે લોકો સોનાની ખરીદી કરે છે અથવા તો પ્રોપર્ટીમાં ઈન્વેસ્ટ કરે છે. ધનતેરસ પર 13 દીવા પ્રગટાવવાનું પણ વિશેષ મહત્વ રહેલુ છે. ધનતેરસના તહેવાર પર ઘરમાં અલગ અલગ જગ્યા પર 13 દીવા કરવા ખુબ જ શુભ માનવામાં આવે છે. ત્યારે આવો જાણીએ આ 13 દીવા પ્રગટાવવા પાછળનું મહત્વ શું છે.

ધનતેરસના દિવસે 13 દીવા કેમ પ્રગટાવવામાં આવે છે અને કેવી રીતે પ્રગટાવવામાં આવે છે?

ધનતેરસના દિવસે 13 જુના દીવાને ઘરની બહાર કચરાપેટી પાસે દક્ષિણ તરફ મુખ કરીને પ્રગટાવો. એવું કહેવાય છે કે આમ કરવાથી પરિવારમાં અકાળ મૃત્યુનો ભય ઓછો થઈ જાય છે.


બીજો દીવો ઘીથી પ્રગટાવીને ઘરના મંદિરમાં કરવો જોઈએ. જેથી સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.


ત્રીજો દીવો દેવી લક્ષ્મીજી સમક્ષ પ્રગટાવવો જોઈએ… જેથી આર્થિક લાભ અને જીવનમાં સફળતા મળે છે..


ચોથો દીવો તુલસી માતાની સમક્ષ પ્રગટાવવો.. જેથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહે છે.


પાંચમો દીવો ઘરના મુખ્ય દરવાજાની સામે પ્રગટાવવો.. જેથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થતો નથી.


છઠ્ઠો દીવો સરસવના તેલથી પ્રગટાવવો.. જે પીપળાના ઝાડ નીચે રાખવો.. જેથી જે નાણાકીય કટોકટીથી બચાવે છે.


ઘરની નજીકના મંદિરમાં સાતમો દીવો પ્રગટાવવો.. જેથી ઘરમાં સુખ-શાંતિ આવે છે.


કચરાપેટી પાસે આઠમો દીવો પ્રગટાવવો શુભ છે. જે અનિષ્ટનો નાશ કરે છે અને પરિવારમાં સુખ લાવે છે.


નવમો દીવો શૌચાલયની બહાર પ્રગટાવવો.. જેથી જીવનમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે.


ઘરની છત પર દસમો દીવો પ્રગટાવવો.. જેથી જીવનમાંથી અંધકાર દૂર થાય છે..


અગિયારમો દીવો ઘરની બારી પાસે રાખવો શુભ છે. આ દીવો ખરાબ અને નકારાત્મક ઉર્જા સામે લડવામાં મદદે કરે છે..


બારમો દીવો ઘરના સર્વોચ્ચ સ્થાન પર રાખવો.. જેથી પરિવારમાં દરેક વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું રહે…


તેરમો દીવો ઘરની નજીક આવેલા ચોરા પાસે કરવો… જેથી જીવનમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *