Ram Mandir: રામમંદિરનાં 14 સોનાનાં દરવાજાઓ તૈયાર, પ્રથમ દરવાજો ગર્ભગૃહમાં લગાવાયો

અયોધ્યામાં 22 જાન્યુઆરીએ યોજાનાર રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ દરમિયાન મંદિરમાં લગભગ એક હજાર કિલો વજનનો સોનાનો દરવાજો સ્થાપિત કરવામાં આવ્યો છે.

રામ મંદિરની તૈયારીઓ તેના અંતિમ ચરણમાં છે, તેથી મંદિરમાં સ્થાપિત થનારા 14 સોનેરી દરવાજામાંથી એકને સ્થાપિત કરી દેવામાં આવ્યો છે. ગર્ભગૃહમાં પ્રથમ સુવર્ણ દ્વાર સ્થાપિત કરવામાં આવ્યો છે. મંદિરમાં સ્થાપિત તમામ સુવર્ણ દરવાજા હૈદરાબાદની અનુરાધા ટિમ્બર ઇન્ટરનેશનલ કંપની તરફથી આવ્યા છે. કંપનીના માલિક શરદ બાબુએ કહ્યું કે દરવાજા એટલા મજબૂત લાકડાના બનેલા છે કે તે 1000 વર્ષ સુધી બગડશે નહીં.

ભગવાન રામલલાના મંદિરની ભવ્યતાની કલ્પના કરવી કલ્પના બહારની વાત છે. ગર્ભગૃહના દરવાજાઓની ભવ્યતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે અહીંના દરવાજા સોનાથી જડેલા દેખાય છે. આ દરવાજા બનાવનારા કારીગરો હૈદરાબાદની અનુરાધા ટિમ્બર ઈન્ટરનેશનલ કંપનીમાંથી આવ્યા છે. આ કંપનીના માલિક શરદ બાબુએ ખાનગી મીડિયાને આપેલા ઈન્ટરવ્યુંમાં જણાવ્યું કે અમે આ કામ ખૂબ જ ઓછા સમયમાં પૂર્ણ કર્યું છે.

શરદ બાબુએ જણાવ્યું કે આ દરવાજા નાગર શૈલીમાં બનાવવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે તેમને મોટા મંદિરોના દરવાજા બનાવવાનો જૂનો અનુભવ છે. તેના આધારે તેમના કારીગરોએ ખૂબ જ ચોકસાઈપૂર્વક લાકડા પર કલાકૃતિઓને આકાર આપ્યો છે.

સોનાના જડિત દરવાજાઃ 

શરદ બાબુએ જણાવ્યું કે, રામ મંદિરમાં સ્થાપિત કરવા માટે સોમવારે 14 સોનાના જડિત દરવાજા રામનગરી પહોંચ્યા. જેમને મંદિર પરિસરમાં સીસીટીવી કેમેરા અને કડક સુરક્ષા હેઠળ રાખવામાં આવ્યા છે. આ દરવાજા લગાવવાનું કામ 15 જાન્યુઆરીથી શરૂ થશે. તેમણે કહ્યું કે અભિષેક સમારોહ પહેલા તમામ કામ પૂર્ણ કરી લેવામાં આવશે.

1000 વર્ષ સુધી નહીં બગડે

મંદિરના દરવાજા માટેનું લાકડું મહારાષ્ટ્રથી લાવવામાં આવ્યું હતું. આ માટે ખાસ પ્રકારની સાગની ખરીદી કરવામાં આવી છે. શરદે દાવો કર્યો હતો કે દરવાજા એવી રીતે બનાવવામાં આવ્યા હતા, અને એટલા મજબૂત લાકડાના બનેલા હતા કે તે આગામી 1000 વર્ષ સુધી ખરાબ થશે નહીં.

કન્યાકુમારીથી કારીગરો આવ્યા

શરદ બાબુએ જણાવ્યું કે છેલ્લા છ મહિનાથી અહીં રાત-દિવસ કામ ચાલી રહ્યું છે. આ કામમાં 60 જેટલા કારીગરો રોકાયેલા છે. અહીં પાળીના ધોરણે કામ ચાલી રહ્યું છે. ઓછા સમયમાં મોટું કામ કરવું એ કોઈ મોટા પડકારથી ઓછું નથી. તેમણે કહ્યું કે ભગવાન રામની વિશેષ કૃપાના કારણે જ આ કાર્ય સમયસર પૂર્ણ થઈ રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *