ગુજરાત દેશનાં સૌથી વધુ અર્બનાઈઝડ રાજ્યોમાંનું એક છે. અર્બનાઈઝેશન ગુજરાતનો ઇતિહાસ ૪૫૦૦ વર્ષ પહેલાની સિંધુ ઘાટીની સભ્યતાથી શરૂ થયો છે. આ ઇતિહાસની પરીપાટી પર ગુજરાતનાં શહેરી વિકાસની કૂચ આગળ વધી રહી છે. ગુજરાતની શહેરી વિકાસ ક્ષેત્રની સફળતાની ગાથા વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને વિઝનરી લીડરશીપને આભારી છે. આ વિકાસ ગાથામાં વધુ એક સુવર્ણ પૃષ્ઠનું આલેખન મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ કરી રહ્યા છે. રાજ્યનાં તત્કાલીન મુખ્યમંત્રી તરીકે વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શહેરોનાં નાગરિકોનાં ઈઝ ઓફ લિવિંગની વૃદ્ધિ માટે સિવિક એમીનીટીઝમાં મોડર્ન ટેકનોલોજીનો ઉપયોગ કરવાની દિશા આપી છે. એમના આ વિઝનના પરિણામે જ રાજ્યનાં શહેરોમાં પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સિવિક એમિનિટીઝ ડેવલપમેન્ટમાં ઈનોવેશન, ફ્યુચરીસ્ટીક પ્રોજેક્ટ આવ્યા છે. વડાપ્રધાનશ્રીએ ગુજરાતનાં શહેરીકરણને ગ્લોબલ સ્ટાન્ડર્ડ બનાવનારા પ્રકલ્પોની ભેટ આપેલી છે. ગિફ્ટ સિટી, સુરત ડાયમંડ બુર્સ, ધોલેરા SIR, સાબરમતી રિવરફ્રન્ટ જેવા દૃષ્ટાંતો આપણી સમક્ષ છે જ. ગુજરાતે ટોપ-ડાઉન એપ્રોચ અને પીપલ સેન્ટ્રિક અર્બન ડેવલપમેન્ટને પ્રોત્સાહન આપેલું છે. એટલુ જ નહિ, શહેરી વિકાસનો માસ્ટર પ્લાન ઈન્ક્લુઝિવનેસ સાથે તૈયાર કરીને સસ્ટેઈનેબલ ડેવલપમેન્ટ દરેક પ્રોજેક્ટના કેન્દ્રસ્થાને કોર વેલ્યુ તરીકે રાખવામાં આવે છે.
રાજ્યમાં વધતા જતા શહેરીકરણને પગલે શહેરીજનોની માળખાકીય સુવિધાઓ-જરૂરિયાતપૂર્ણ કરવાના હેતુથી ગુજરાતની સ્થાપનાના ૫૦ વર્ષની ઉજવણીના સ્વર્ણિમ જયંતિ અવસરે ૨૦૦૯-૧૦માં તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના શરૂ કરાવેલી. આ યોજનામાં ભૌતિક આંતર માળખાકીય સુવિધા અન્વયે સ્ટ્રોમ વોટર ડ્રેનેજ, જળસંચય અને લેક બ્યુટીફિકેશનનાં કામો, શહેરી સડકનાં કામો, પાણી પુરવઠા ગટર-વ્યવસ્થાનાં કામો તેમજ સ્ટ્રીટ લાઈટનાં કામો, વગેરે માટે નગરો મહાનગરોમાં ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. એટલું જ નહીં, સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ અન્વયે અર્બન હેલ્થ સેન્ટર, હોસ્પિટલ, આંગણવાડી, લાઇબ્રેરી કે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સહિતની સુવિધાઓના કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. અર્બન મોબિલિટી અંતર્ગત આ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી શહેરી બસસેવા, ટ્રાફિક મેનેજમેન્ટ, રેલવે ઓવરબ્રિજ, અંડર બ્રિજ, રિંગ રોડ, ફ્લાય-ઓવર બ્રિજ અને અંડરપાસ જેવાં કામો હાથ ધરી શકાય છે.
આ ઉપરાંત શહેરની આગવી ઓળખ ઊભી થાય તેવાં કામોમાં હેરિટેજ એન્ડ ટુરિઝમ, એક્ઝિબિશન હોલ, પંચશક્તિ થીમ આધારિત ટ્રાફિક આઈલેન્ડ્સ, રીવરફ્રન્ટ, વોટર બોડી, લેન્ડસ્કેપિંગ, સાયન્સ સેન્ટર, પ્લેનેટોરિયમ, મ્યુઝિયમ, એમ્ફી થિયેટર, વગેરેનાં કામોનો પણ આ યોજનામાં સમાવેશ કરવામાં આવેલો છે. રાજ્ય સરકારે નગરો મહાનગરોમાં આવા અંદાજે ૨ લાખ ૮૪ હજારથી વધુ કામો માટે રૂ. ૪૮ હજાર ૭૩૬ કરોડ અત્યાર સુધીમાં મંજૂર કર્યા છે. આ ફ્લેગશીપ યોજના માટે અત્યાર સુધીમાં ૫૭ હજાર કરોડનું બજેટ પ્રાવધાન કરવામાં આવ્યું છે. શહેરી ક્ષેત્રોની માળખાકિય સગવડો માટે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના બજેટમાં ૩૭% નો માતબર વધારો કરાયો છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આ યોજનાને મળી રહેલા વ્યાપક લોક સમર્થન તેમજ નગર સુખાકારીનાં વિવિધ કામોમાં યોજનાના લાભોની જરૂરિયાત સંદર્ભમાં આ ફ્લેગશીપ યોજના વધુ ત્રણ વર્ષ ચાલુ રાખવાનો સ્તુત્ય નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના આ જન હિતકારી નિર્ણયને પરિણામે હવે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વર્ષ ૨૦૨૪-૨૫થી ૨૦૨૬-૨૭ સુધીના વધુ ત્રણ વર્ષ માટે અમલમાં રહેશે.
સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ રાજ્યની ૮ મહાનગરપાલિકાઓ તથા તમામ નગરપાલિકાઓમાં અત્યાર સુધી રૂ.૪૪,૭૮૫ કરોડની ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવી છે. તદઉપરાંત ભારત સરકારની અમૃત યોજના, સ્માર્ટ સીટી યોજના અને નાણાપંચ યોજના અંતર્ગત રૂ.૧૮,૩૯૫ કરોડની સહાય આપવામાં આવી છે. ૩૧ માર્ચ ૨૦૨૩ની સ્થિતિએ બે વર્ષમાં સુરત મહાનગરપાલિકાને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત આંતર માળખાકીય સુવિધાના ઘટક હેઠળ વર્ષ ૨૦૨૧-૨૨ માં રૂ.૫૪૫.૭૭ કરોડ અને વર્ષ ૨૦૨૨-૨૩ માં રૂ.૫૭૯.૮૯ કરોડ આમ કુલ રૂ.૧,૧૨૫.૬૬ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. જેના અંતર્ગત વર્ષ ૨૦૨૧-૨૨ માં કુલ ૧૧૨ કામો તથા વર્ષ ૨૦૨૨-૨૩માં ૯૬ કામો મળી કુલ ૨૦૮ કામો મંજૂર કરવામાં આવ્યા છે. જેમાથી ૧૩૪ વિકાસલક્ષી કામો સફળતાપૂર્વક પૂર્ણ થયા છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ રાજયની સ્થાનિક સંસ્થાઓ સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગના તા.૧૮/૭/૨૦૧૩ના ઠરાવની જોગવાઇ હેઠળ ચાર ઘટક હેઠળ કામો લઇ શકાય છે.
તદઅનુસાર પ્રથમ ઘટકમાં ભૌતિક આંતરમાળખાકીય સુવિધાઓનો સમાવેશ થાય છે. જેમાં રસ્તા અને ટ્રાફીક સર્કલના, પાણી પુરવઠા, ભૂગર્ભ ગટર વ્યવસ્થાપન, સ્ટ્રોમ વોટર ડ્રેનેજના કામો, જળસંચયના કામો તથા તળાવ બ્યુટીફીકેશનના કામો, સ્લમ વિસ્તારમાં પાયાની સુવિધાના કામો, ઇ–ગવર્નન્સ, શોપીંગ કોમ્પલેક્ષ, જાહેર ઉદ્યાનોનું નિર્માણ અને જાળવણી, સામાજિક વનીકરણ , સ્મશાન ગૃહોના બાંધકામ, અગ્નિશમન ઉપકરણો તથા ફાયર સ્ટેશનના કામો વગેરેનો સમાવેશ થાય છે. સામાજિક આંતરમાળખાકીય સુવિધાઓ બીજું ઘટક છે. જેમાં શાળાઓના મકાન (પ્રાથમિક શિક્ષણ), અર્બન હેલ્થ સેન્ટર, હોસ્પિટલ અને આંગણવાડી (નંદધર), લાયબ્રેરી, સ્પોર્ટ કોમ્પલેક્ષ (સુવિધાઓ સહિત), સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ / લીકવીડવેસ્ટ મેનેમેન્ટ, વેન્ડર માર્કેટ / હોકર્સ ઝોન પાર્કિંગ સુવિધા સહિત, અદ્યતન પ્રકારના આધુનિક સુવિધા ધરાવતાં જાહેર પે એન્ડ યુઝ શૌચાલયોના કામો કરવામાં આવે છે. ત્રીજું ઘટક એટલે અર્બન મોબીલીટી અર્થાત શહેરી પરિવહન. શહેરી બસ સેવા અને ટ્રાફિક વ્યવસ્થા, રેલ્વે ઓવરબ્રીજ અને રેલ્વે અન્ડરબ્રીજ, રીંગ રોડ / રેડિયલ રોડ / ફલાય ઓવર બ્રીજ, અન્ડરપાસના કામોનો ત્રીજા ઘટકમાં સમાવેશ થાય છે.
જ્યારે શહેરની આગવી ઓળખ ઊભી થાય તેવા કામોને ચોથા ઘટકમાં લેવામાં આવ્યા છે. હેરીટેજ અને પ્રવાસન, પ્રદર્શન હોલ, પંચશકિત થીમ આધારિત ટ્રાફીક સર્કલ આઇલેન્ડઝ, વોટર બોડી લેન્ડ સ્કેપીંગ રીવરફ્રન્ટ, પાર્ક, ગાર્ડન અને એમ્યુઝમેન્ટ પાર્ક, સ્વીમીંગ પુલ, યોગા કેન્દ્દો, નોલેજ સેન્ટર્સ, સાયન્સ સેન્ટર, મ્યુઝીયમ, એમ્પી થીયેટર, પ્લેનેટોરીયમ, રાષ્ટ્રીય સ્મારક, આધુનિક ટાઉન હોલ,,પ્રાણી સંગ્રહાલય અને બોટનિકલ ગાર્ડન અને બાલાવાટિકાનો સમાવેશ કરવામાં આવે છે. પુરાતન સમયમાં અર્થાત સિંધુ સંસ્કૃતિ સમયમાં ગુજરાતમાં શહેરી વિકાસના પુરાવા નોંધાયા છે. સિંધુ સંસ્કૃતિથી શરૂ થયેલી શહેરી વિકાસની સફરને વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગતિમાન બનાવી છે. મેટ્રો રેલ, અમદાવાદ રીવરફ્રંટ, ફ્લાય ઓવર સીટી સુરત, ડાયમંડ બુર્સ વગેરે ગુજરાતના શહેરોની આગવી ઓળખ છે. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે વિકાસની આ ગતિને બરકરાર રાખી આગળ ધપાવતા આજે ગુજરાતનુ નામ વિશ્વ ફલક ઉપર ગુંજી અને ગાજી રહ્યુ છે.