હિંદ મહાસાગર અને ભૂમધ્ય સમુદ્રને જોડતો લાલ સમુદ્ર અને સુએઝ નહેરનો માર્ગ વિશ્વના સૌથી વ્યસ્ત દરિયાઈ માર્ગોમાંનો એક છે. એશિયાથી યુરોપમાં આયાત અને નિકાસ માટે આ સૌથી ટૂંકો માર્ગ છે, તેથી નૂર પરિવહનનો ખર્ચ પણ ઓછો છે. હિંદ મહાસાગરમાંથી લાલ સમુદ્રમાં પ્રવેશવા પર આવનાર પ્રથમ દેશ યમન છે જ્યાં હાઉદી બળવાખોરો જહાજોને નિશાન બનાવી રહ્યા છે.
યમનના હાઉદી બળવાખોરો ગાઝા પટ્ટીમાં હમાસ વિરુદ્ધ ઈઝરાયેલની કાર્યવાહીના વિરોધમાં લાલ સમુદ્રમાંથી પસાર થતા માલવાહક જહાજો પર હુમલો કરી રહ્યા છે. નવેમ્બરથી લઈને અત્યાર સુધીમાં તેઓ આ જહાજો પર 100 થી વધુ ડ્રોન અને મિસાઈલ છોડી ચૂક્યા છે. જેના કારણે એશિયાથી ગલ્ફ દેશો અને યુરોપ સુધીના વેપારને અસર થઈ રહી છે. તે ભારતની આયાત અને નિકાસને ઘણી રીતે અસર કરી રહી છે. જેના કારણે માલના પરિવહનનો ખર્ચ વધ્યો છે અને બીજું પરિવહન માટે લાગતો સમય પણ વધ્યો છે. નિકાસકારોનું કહેવું છે કે જો આ કટોકટીનો જલ્દી ઉકેલ નહીં આવે તો નિકાસને મોટા પાયે અસર થશે. ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલથી ઓક્ટોબર સુધીના સાતમાંથી પાંચ મહિનામાં નિકાસમાં પહેલેથી જ ઘટાડો નોંધાયો છે.
હિંદ મહાસાગર અને ભૂમધ્ય સમુદ્રને જોડતો લાલ સમુદ્ર અને સુએઝ નહેરનો માર્ગ વિશ્વના સૌથી વ્યસ્ત દરિયાઈ માર્ગોમાંનો એક છે. એશિયાથી યુરોપમાં માલ મોકલવા અથવા મંગાવવા માટે આ સૌથી ટૂંકો માર્ગ છે, તેથી નૂર ખર્ચ પણ ઓછો છે. હિંદ મહાસાગરમાંથી લાલ સમુદ્રમાં પ્રવેશવા પર આવનાર પ્રથમ દેશ યમન છે જ્યાં હાઉદી બળવાખોરો જહાજોને નિશાન બનાવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે તેને ઈરાનનું સમર્થન છે.
ભારત આવી રહેલા ટેન્કર એમવી કેમ પ્લુટો પર પણ 23 ડિસેમ્બર શનિવારના રોજ ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલો ભારતીય તટથી લગભગ 370 કિમી દૂર થયો હતો. ભારત આ દિશામાંથી મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઈલની આયાત કરે છે. હુમલા બાદ ભારતે આ વિસ્તારમાં સુરક્ષા વધારી દીધી છે અને જહાજો તૈનાત કર્યા છે.
ઘણા નિકાસકારોનો પુરવઠો થયો બંધ
જ્યારે ભારત પર આ કટોકટીની અસર વિશે પૂછવામાં આવ્યું ત્યારે, નિકાસકારોની સંસ્થા ફિયોના ડિરેક્ટર જનરલ અને CEO ડૉ.અજય સહાયે એક ખાનગી પેપરના પત્રકારને કહ્યું હતુ કે, “ભારતને બે રીતે અસર થઈ છે. કેટલાક નિકાસકારોએ માલની લૂંટ કે નાશ થવાના ડરથી તેમના ઓર્ડરની ડિલિવરી બંધ કરી દીધી છે. કેટલાક કિસ્સાઓમાં ખરીદદારોએ પોતે કહ્યું છે કે પરિસ્થિતિને જોતા તમારે અત્યારે પુરવઠો મોકલવો જોઈએ નહીં. બીજી અસર એ થઈ છે કે શિપિંગ કંપનીઓએ પરિવહનના દરોમાં નોંધપાત્ર વધારો કર્યો છે.