RBIને બોમ્બથી ઉડાવવાની ધમકી મામલે વડોદરામાંથી 3 યુવકોની પોલીસે કરી અટકાયત

RBIને બોમ્બથી ઉડાવવાની ધમકી મામલે વડોદરામાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત વડોદરામાંથી 3 યુવકોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. જેમાં પાદરામાંથી 1 અને પાણીગેટમાંથી 2 યુવકોની અટકાયત કરાઈ છે.

વડોદરામાંથી 3 યુવકોની પોલીસે અટકાયત કરી છે. પાદરામાંથી 1 અને પાણીગેટમાંથી 2 યુવકોની અટકાયત કરવામાં આવી છે. મુંબઈ ક્રાઈમ બ્રાંચ અને મહારાષ્ટ્ર ATSનું સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. 

શુ હતો સમગ્ર મામલો…

મુંબઈ સ્થિત રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સુરક્ષા એજન્સી દોડતી થઈ ગઈ હતી. એક ઈ-મેઈલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અપાઈ હતી. જેમાં RBI ગવર્નર શક્તિકાંત દાસ અને કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણના રાજીનામાની માગ કરાઈ હતી. RBI ઓફિસ ઉપરાંત HDFC બેંક અને ICICI બેંક સહિત 11 સ્થળોને બોમ્બ બ્લાસ્ટ કરીને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. 

પોલીસે સર્ચ હાથ ધર્યુ

11 સ્થળોને બોમ્બ બ્લાસ્ટ કરીને ઉડાવી દેવાની ધમકીના તમામ સ્થળો પર પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. પરંતુ કંઈ વાંધાજનક મળ્યું ન હતું. આ મામલે એમઆર માર્ગ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરીને તપાસ હાથ ધરવામાં આવી હતી. જે બાદ મુંબઈ ક્રાઈમ બ્રાંચ અને મહારાષ્ટ્ર ATSએ સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *