ગાઝાની અલ શિફા હોસ્પિટલમાં 39 બાળકો ‘મૃત્યુના જોખમમાં’, આરોગ્ય મંત્રાલયે આપી માહિતી

પેલેસ્ટિનિયન આરોગ્ય મંત્રાલયે શનિવારે જણાવ્યું હતું કે અલ શિફા હોસ્પિટલમાં 39 બાળકો પાવર કટને કારણે “મૃત્યુના જોખમમાં” હતા. સ્થાનિક મીડિયાએ અગાઉ પેલેસ્ટાઈનના આરોગ્ય મંત્રી માઈ અલ-કૈલાને ટાંકીને કહ્યું હતું કે 39 શિશુઓ મૃત્યુ પામ્યા છે. ત્યાર પછીના નિવેદનમાં આરોગ્ય મંત્રાલયે કહ્યું કે શિશુઓ ‘મૃત્યુના જોખમમાં’ હતા.

ગાઝા સ્થિત પેલેસ્ટિનિયન આરોગ્ય મંત્રાલયે શનિવારે આક્ષેપ કર્યો હતો કે ઘેરાયેલા એન્ક્લેવની સૌથી મોટી તબીબી સુવિધામાં વારંવાર પાવર કટને કારણે અલ-શિફા હોસ્પિટલમાં નવજાત બાળકનું મૃત્યુ થયું હતું, અગાઉના અહેવાલ મુજબ મંત્રાલયના પ્રવક્તા અશરફ અલ-કુદ્રાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, શિશુ હોસ્પિટલમાં જન્મેલા 37 પ્રિમેચ્યોર બાળકોમાંથી એક હતું. ઇઝરાયેલના હુમલાના પરિણામે સંપૂર્ણ વીજ ઠપ થવાને કારણે છેલ્લા ત્રણ કલાકથી મેડિકલ સ્ટાફ આમાંથી કેટલાક બાળકોને મેન્યુઅલ કૃત્રિમ શ્વાસોચ્છવાસ આપી રહ્યા છે.

પેલેસ્ટાઈનના સ્વાસ્થ્ય મંત્રાલયે શનિવારે કહ્યું કે ગાઝાની સૌથી મોટી હોસ્પિટલ અલ શિફા અંધકારમાં છે. મંત્રાલયના પ્રવક્તા અશરફ અલ-ક્રિદ્રાએ કહ્યું કે પરિસ્થિતિ એટલી વણસી ગઈ છે કે તેની આગાહી કરી શકાતી નથી. અલ શિફા મેડિકલ કોમ્પ્લેક્સની મોટાભાગની ઇમારતોને નિશાન બનાવવામાં આવી છે. તેમણે કહ્યું કે અલ શિફામાં ઇન્ક્યુબેટરમાં 39 બાળકોના જીવ જોખમમાં છે.

પેલેસ્ટાઈનના સ્વાસ્થ્ય મંત્રાલયે શનિવારે કહ્યું કે ગાઝાની સૌથી મોટી હોસ્પિટલ અલ શિફા અંધકારમાં છે. વીજળીના અભાવે ઇન્ક્યુબેટરમાં હાજર 39 બાળકોના જીવ જોખમમાં છે. એક બાળકનું પણ મોત નીપજ્યું છે, જ્યારે હોસ્પિટલના સઘન સંભાળ કેન્દ્રમાં કામ કરતી વ્યક્તિનું ઇઝરાયેલના ગોળીબારમાં મોત થયું છે.

39 બાળકોનો જીવ દાવ પર

મંત્રાલયના પ્રવક્તા અશરફ અલ-ક્રિદ્રાએ કહ્યું કે પરિસ્થિતિ એટલી વણસી ગઈ છે કે તેની આગાહી કરી શકાતી નથી. અલ શિફા મેડિકલ કોમ્પ્લેક્સની મોટાભાગની ઇમારતોને નિશાન બનાવવામાં આવી છે. તેમણે કહ્યું કે અલ શિફામાં ઇન્ક્યુબેટરમાં 39 બાળકોના જીવ જોખમમાં છે. આ તે બાળકો માટે મૃત્યુદંડ સમાન હશે. ઇન્ક્યુબેટર્સ માત્ર સાંજ સુધી જ કામ કરી શકશે, ત્યારબાદ બળતણ સમાપ્ત થઈ જશે.

તેમણે કહ્યું કે હોસ્પિટલમાં ન તો વીજળી છે કે ન તો ઈન્ટરનેટ. અમે તેમને જીવંત રાખવા માટે સંઘર્ષ કરી રહ્યા છીએ. અમારે હોસ્પિટલ ખાલી કરવી પડશે. આ દરમિયાન હમાસે લશ્કરી કામગીરી માટે હોસ્પિટલોનો ઉપયોગ કરવાનો ઇનકાર કર્યો છે. તેણે યુનાઈટેડ નેશન્સ અને ઈન્ટરનેશનલ કમિટી ઓફ ધ રેડ ક્રોસને પણ અપીલ કરી છે કે તેઓ ઈઝરાયેલના આરોપોની તપાસ કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *