દેશ અને દુનિયાના કરોડો લોકો જેની છેલ્લા 17 દિવસથી આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ક્ષણ આખરે મંગળવારે આવી ગઈ હતી. આ તે ક્ષણ હતી જ્યારે 12મી નવેમ્બરથી ઉત્તરાખંડના સિલ્ક્યારા (ઉત્તરાકાશી)માં સ્થિત નિર્માણાધીન ટનલમાં ફસાયેલા 41 કામદારો ભારત માતા કી જયના નારા અને ફટાકડાની વચ્ચે સુરક્ષિત બહાર આવ્યા હતા.
દેશ અને દુનિયાના કરોડો લોકો જેની છેલ્લા 17 દિવસથી આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ક્ષણ આખરે મંગળવારે આવી પહોંચી. આ તે ક્ષણ હતી જ્યારે 12મી નવેમ્બરથી ઉત્તરાખંડના સિલ્ક્યારા (ઉત્તરાકાશી)માં સ્થિત નિર્માણાધીન સુરંગમાં ફસાયેલા 41 કામદારો ‘ભારત માતા કી જય’ના નારા અને આતશબાજી વચ્ચે સુરક્ષિત બહાર આવ્યા હતા.
એક જીવનની લડાઈ સુરંગમાં ફસાયેલા કામદારો લડી રહ્યા હતા અને બીજી ટનલની બહાર દેશ-વિદેશના અનેક તજજ્ઞો, જનપ્રતિનિધિઓ, કામદારોના સ્વજનો અને સ્થાનિક ગ્રામજનો હતા. કેન્દ્ર અને રાજ્ય સરકારોએ રેસ્ક્યુને તેના મુકામ સુધી લઈ જવા માટે તમામ તાકાત લગાવી દીધી હતી.
આખરે જિંદગી જીતી ગઈ
લગભગ 400 કલાક સુધી ચાલેલી રાહત અને બચાવની લડાઈમાં આખરે જીંદગીની જીત થઈ અને સુરંગમાં ફસાયેલા કામદારોએ મુક્ત હવામાં શ્વાસ લીધો હતો. સુરંગમાંથી સુરક્ષિત બહાર આવ્યા બાદ કામદારોના ચહેરા પર જે ખુશી હતી તે શબ્દોમાં વ્યક્ત કરી શકાય તેમ નથી.