ખાતાકીય પરીક્ષા પાસ કરનાર 523 ASIને PSIનું પ્રમોશન મળ્યું છે. પીએસઆઈ તરીકે પ્રમોશન મેળવનાર કર્મચારીઓને પોસ્ટિંગ અપાયું છે. ખાતા દ્વારા આ પોસ્ટિંગને લઈ સત્તાવાર નોટિફિકેશન જાહેર કરાયું. જેમાં તમામ PSIનું નામ ટાંકવામાં આવ્યા છે.
કાર્યાલય તરફથી મળતી માહિતી પ્રમાણે આપવામાં આવેલા આદેશમાં લખવામાં આવ્યું છે કે પોલીસ સબ ઈન્સપેક્ટર (બિન હથિયારી) વર્ગ -3ની ખાતાકીય બઢતી પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ અને નિયત લાયકાત ધરાવતાં આસિસ્ટન્સ પોલીસ સબ ઈન્સ્પેક્ટર ( બિન હથિયારી) વર્ગ-3 સંવર્ગ ( પગાર ધોરણ 25500-81,100 (લેવલ -4) નાં કર્મચારીઓને સીનીયર ASI બઠતી માટે લાયકાત ઠરે ત્યારે હંગામી ધોરણે બઢતી આપી નિમણૂક માટે પ્રતિક્ષામાં રાખવામાં આવેલ PSI(બિન હથિયારી)નાં નામો નીચે અનુસાર છે.