પાટણની સરસ્વતી નદીમાં સાત લોકો ગણેશ વિસર્જન દરમિયાન ડુબ્યાની ઘટના સામે આવી છે. જેમાંથી ત્રણ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જ્યારે એકનું ડુબી જતા મોત નિપજ્યુ છે.
વિગતવાર વાત કરીએ તો સરસ્વતી નદીમાં ગણેશ વિસર્જન દરમિયાન એક જ પરિવારના સાત વ્યક્તિઓ ડૂબ્યા હોવાની વિગત સામે આવી છે. સરસ્વતી નદીમાં ડૂબેલા સાત પૈકી કુલ ચાર વ્યક્તિઓને બહાર કાઢવામાં આવ્યા છે. જેમાંથી એક મૃત અવસ્થામાં હતો. જ્યારે બાકીના ત્રણને સારવાર અર્થે હોસ્પિટલ મોકલાયા છે.
અન્યની શોધખોળ ચાલુ
સરસ્વતી નદીમાં ગણેશ વિસર્જન દરમિયાન એક જ પરિવારના સાત વ્યક્તિઓ ડૂબ્યા છે. જેમાંથી 3ને બચાવી લેવામાં આવ્યા છે. જ્યારે અન્યોની શોધખોળ ચાલુ છે. ઘટનાની જાણ થતા જ ધારાસભ્ય કીરીટ પટેલ, SDM , મામલતદાર, ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોચી ગઈ હતી. સરસ્વતી નદીમાં ડૂબી જનારા એક જ પરિવારના સભ્યો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.