ચારણ અને ગઢવી સમાજ વિશે વિવાદી ટીપ્પણી કરનારા આહિર સમાજના આગેવાન ગીગા ભમ્મર સામે અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાઈ છે અને કડક કાર્યવાહીની માગ કરવામા આવી છે.
આહીર સમાજના આગેવાન ગીગા ભમ્મરના ચારણ સમાજ વિશેના વિવાદાસ્પદ નિવેદન બાદ સાહિત્યકો તેમજ ચારણ સમાજના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે.
તળાજાના એક સમૂહ લગ્ન સમારોહના મંચ પરથી ગીગા ભમ્મરે ચારણ સમાજ વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. ત્યારે સમગ્ર વીડિયો સોશિયલ મીડિયામાં વાઇલ થયો હતો. ત્યારે આ મામલે અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ચારણ સમાજના અગ્રણી દ્વારા ગીગા ભમ્મર સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે બાદ પોલીસ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે.