કેડિલા ફાર્માના માલિક રાજીવ મોદી સામે સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે આઈપીસીની કલમ 376, 354, 506(2) મુજબ ગુન્હો નોંધી આગળની તપાસ શરૂ છે.
કેડિલા ફાર્માના માલિક રાજીવ મોદી સામે ફરિયાદ નોંધાઈ છે. સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશન ખાતે વિદેશી યુવતીએ રાજીવ મોદી પર દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. હાઈકોર્ટના આદેશ બાદ સોલા પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. વર્ષ 2023ના ત્રીજા મહિનામાં બનેલી ઘટનાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. સોલા પોલીસે IPCની કલમ 376, 354, 506(2) મુજબ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
હાઇકોર્ટના આદેશ બાદ કેડિલા ફાર્માના માલિકની મુશ્કેલી વધી છે. એક વિદેશી યુવતીએ સોલા પોલીસ મથકે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. જેને લઇ રાજીવ મોદી સામે ગુનો નોંધાયો છે. ત્યારે હાઇકોર્ટે આદેશ કર્યા બાદ સોલા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.