Reporter: Devang Chaudhari
આજ કાલ રાજ્યમાં મહદ અંશે બધું નકલી નકલી પકડાઈ રહ્યું છે ત્યારે નકલી ઓફિસર,નકલી ઘી,નકલી માવો સહિતની નકલી વસ્તુ પકડાઈ રહી છે ત્યારે અરવલ્લી જીલ્લામાં રખડતા ભૂંડ પકડતી નકલી ટોળકી ઝડપાઈ છે વાત કરવામાં આવે તો અરવલ્લી જીલ્લામાં છેલ્લા કેટલાય સમયથી ભૂંડના ત્રાસથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા એક ટીમ દ્વારા આ ભૂંડ છેલ્લા કેટલાય સમયથી ભૂંડ પકડવાનું કામ કરી રહી છે ત્યારે અસલી ટીમના ભૂંડ વિસ્તારમા ભૂંડ પકડતી નકલી ટોળકીએ તરખાટ મચાવ્યો હતો નકલી ભૂંડ પકડનાર ટોળકીએ મોડાસાના લઘુમતી વિસ્તારમા આવેલ અફઝલ પાર્ક સોસાયટીમાં આંતક મચાવી મુક્યો હતો આ ટોળકી ભર દહાડે સોસાયટી વિસ્તારમા ગીચ વસ્તીના વચ્ચે જાહેરમાં અંધાધુધ ફાયરિંગ કરીને લોકોમાં ડરનો માહોલ કર્યો ઉભો હતો

સોસાયટીના રહીસોએ આ લોકો સામે વિરોધ કરતા આ નકલી ટોળકીએ હુમલાનો પ્રયાસ કર્યો હતો ભૂંડ પકડનાર જે કાયમી ટીમને છે તેમને આ ઘટનાની જાણ થતા તેઓ પોતાના ભુંડ વિસ્તારમા જઈ આ નકલી ટોળકી ટોળકીને કામ અટકાવવા માટે કેહતા નકલી ટોળકીએ કાયમી ટીમને ઉપર હુમલો કરતા બે લોકો ઘાયલ થયા હતા સાથે સાથે સ્થાનિકો તેમજ નકલી ટોળકી વચ્ચે પર ઘર્ષણ થયું હતુંકુલ ૫ નકલી ટીમના કુલ ૬ ઈસમો હતા જેમાં ૪ ઈસમો ભાગી છુટ્યા હતા જયારે પોલીસે કાયમી ટીમના તેજપાલસિંઘેની ફરિયાદના આધારે નકલી ટોળકીના આરોપી સમીર દુંડ અને વિપુલ મોડિયાની અટકાયત કરી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે નકલી ટોળકી ઝડપાયાની જાણ લોકોને થતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.
