ભોપાલના મંત્રાલય ભવનમાં લાગી ભીષણ આગ, કેટલાક જરૂરી દસ્તાવેજ સળગીને થયા રાખ

ભોપાલના મંત્રાલય ભવનમાં ભીષણ આગ લાગી છે. આગ ચોથા માળે લાગી હતી. ફાયર બ્રિગેડની ઘણી ગાડીઓ ઘટનાસ્થળે હાજર છે. આગની માહિતી મળતા જ લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. લોકો ઝડપથી બિલ્ડિંગમાંથી બહાર આવી ગયા. આગની માહિતી મળતા જ લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

લોકો ઝડપથી બિલ્ડિંગમાંથી બહાર આવી ગયા. ફાયર વિભાગને તરત જ આ મામલાની જાણ કરવામાં આવી હતી, જે બાદ અનેક ફાયર એન્જિન ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આગ કેવી રીતે લાગી તે અંગે હાલ કોઈ માહિતી બહાર આવી નથી. જણાવવામાં આવી રહ્યું છે કે આગ એટલી ગંભીર હતી કે ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજો બળીને રાખ થઈ ગયા હતા.

મળતી માહિતી મુજબ વલ્લભ ભવનના પહેલા, ચોથા, પાંચમા અને છઠ્ઠા માળે આગ લાગી હતી. ફાયર વિભાગના જવાનો આગને કાબુમાં લેવા પ્રયાસ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે વલ્લભ ભવન રાજ્ય સરકારનું સૌથી મહત્વપૂર્ણ કાર્યાલય છે, જ્યાં મુખ્યમંત્રી સહિત અનેક મંત્રીઓની ઓફિસો આવેલી છે. સરકારી વિભાગોને લગતા મહત્વના દસ્તાવેજો અહીં રાખવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *