KGF એક્ટર યશનો આજે જન્મ દિવસ છે ત્યારે તેના બર્થ ડે સેલિબ્રેશન દરમ્યાન એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં ત્રણ લોકોના મોત થયાનું સામે આવ્યું છે. આ ઉપરાંત ત્રણ લોકોને ઈજા પહોચ્યાના પણ સમાચાર મળી રહ્યા છે. આ દુર્ધટના ત્યારે સર્જાઈ હતી જ્યારે એક્ટર યશનું કટઆઉટ લગાવવામાં આવી રહ્યું હતુ.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર યશનો આજે જન્મદિવસ છે અને ચાહકો દ્વારા એમના બર્થડેની જોરદાર તૈયારી કરાઈ રહી હતી. આ દરમિયાન એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. કર્ણાટકના ગડગ જિલ્લાના સુરાંગી ગામમાં યશનું કટઆઉટ લગાવતા સમયે ત્રણ મિત્રોને એક સાથે કરંટ લાગ્યો અને આ કારણે એમનું મોત નીપજ્યું હતું. સાથે જ કહેવાય રહ્યું છે કે વધુ ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.