પંજાબના પઠાણકોટ વિસ્તારમાં રવિવારે સવારે મોટી ટ્રેન દુર્ઘટના થતા થતા ટળી, લોકો પાયલટ વિના પાટા પર દોડવા લાગી ગુડ્ઝ ટ્રેનપંજાબના પઠાણકોટ વિસ્તારમાં રવિવારે સવારે મોટી ટ્રેન દુર્ઘટના થતા થતા ટળી હતી. અહીં એક માલસામાન ટ્રેન લોકો અને પાયલટ વિના પાટા પર દોડી હતી. જે લગભગ 70 કિલોમીટર બાદ અટકાવવામાં આવી હતી. જો કે આ ઘટનામાં કોઈ નુકસાન થયું નથી. રેલવે અધિકારીઓએ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે.
મળતી માહિતી મુજબ, પઠાણકોટ નજીક કઠુઆથી ગુડ્ઝ ટ્રેન અચાનક લોકો અને પાયલોટ વગર ચાલુ થઈ ગઈ હતી. ટ્રેન ઉપડ્યા બાદ રસ્તામાં તમામ રેલ્વે ગેટમેનોને સંદેશો મોકલવામાં આવ્યો હતો કે તમામ ફાટક બંધ રાખવા.
રેલવે સ્ટાફના જણાવ્યા અનુસાર અલવલપુરમાં ટ્રેન રોકવાની તૈયારીઓ કરવામાં આવી રહી હતી. સ્ટેશન પર જાહેરાત કરીને ટ્રેક ખાલી કરાવવામાં આવ્યો હતો. ઘણા પ્રયત્નો પછી, ટ્રેનને ઉચી બસ્સી ખાતે રોકવામાં આવી. લગભગ 70 થી 80 કિલોમીટર સુધી માલગાડી આ રીતે દોડતી રહી. હોશિયારપુરના દહુસા પાસે રેલ્વે અધિકારીઓએ ઘણી જહેમત બાદ ગુડ્સ ટ્રેનને રોકી હતી. રેલવેની તપાસ ટીમ ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરશે.