એકતાનગર ખાતે બેન્કિંગ ક્ષેત્રમાં રાષ્ટ્રીયકક્ષાની કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં દેશની તમામ બેન્કોના પ્રતિનિધિઓને કોન્ફરન્સ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, બેન્કિંગ ક્ષેત્રમાં સુધારાઓ, પડકારો અંગે પ્રતિનિધિઓને માર્ગદર્શિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત બૅન્કિંગ ક્ષેત્રના ભાવિ રોડ મેપ અંગે કોન્ફરન્સમાં ચર્ચા કરાઈ હતી.
એકતાનગર સહકાર ભવન ખાતે બેન્કિંગ ક્ષેત્રમાં કરાયેલા સુધારા અંગે રાષ્ટ્રીયકક્ષાની કોન્ફરન્સ યોજાઈ હતી. આ કોન્ફરન્સમાં દેશના તમામ ડિસ્ટ્રીક્ટ બેન્કો, સ્ટેટ કો-ઓપરેટિવ બેન્ક તેમજ અર્બન બેન્કોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. કોન્ફરન્સમાં પ્રતિનિધિઓને બેન્કિંગ ક્ષેત્રમાં આવેલા સુધારાઓ, પડકારો અને ભાવિ રોડ મેપ અંગે શિક્ષણ પુરુ પાડી માર્ગદર્શન આપવામાં આવ્યું.