સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના વિદ્યાર્થીઓનો નવતર પ્રયોગ, મોબાઈલ મેનિયાથી લોકોને જાગૃત કરવા ચલાવાઈ ઝુંબેશ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મહર્ષિ અરવિંદ મનોવિજ્ઞાન ભવનના વિદ્યાર્થીઓ દ્વારા અધ્યક્ષ ડૉ. યોગેશ એ.જોગસણ અને અધ્યાપક ડૉ. ધારા આર. દોશી ના માર્ગદર્શન હેઠળ મોબાઈલ મેનિયાથી લોકોને જાગૃત કરવા માટેની એક ઝુંબેશ ચલાવવામાં આવી હતી.             

આધુનિક સમયમાં માનવી પોતાના સગાઓ કરતા મોબાઇલ માં રચ્યો પચ્યો રહે છે. મોબાઈલના કારણે આજે માનવી માનવીને ભૂલી ગયો છે જાણે મોબાઈલ જ તેની દુનિયા છે તેવું માનીને જીવે છે. નાના બાળકથી લઈને વૃદ્ધો સુધી કોઈ મોબાઈલ સાથે ક્યાંકને ક્યાંક જોડાયેલ રહે છે. ઘણા માતા-પિતા પાસે પોતાના બાળકો માટે સમય નથી પરંતુ મોબાઈલ જોવાનો સમય છે. વાહન ચાલકો ચાલુ વાહને પણ મોબાઈલનો ઉપયોગ કરે છે જેથી પોતાની અને બીજાની જિંદગીને પણ જોખમમાં મૂકે છે. જેના કારણે દિવસે ને દિવસે સમસ્યાઓ વધતી જાય છે. આ સમસ્યામાં શારીરિક, માનસિક, મનોવૈજ્ઞાનિક, સામાજિક એમ દરેક સમસ્યાનો સમાવેશ થાય છે. મોબાઈલ થી વ્યક્તિ દૂર તો નથી થવાનો પણ તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે. 

આ હેતુ સર મનોવિજ્ઞાન ભવનના વિદ્યાર્થીઓ દ્વારા એક સામાજિક જાગૃતિની ઝુંબેશ ચલાવવામાં આવી. જેમાં મહર્ષિ અરવિંદ  મનોવિજ્ઞાન ભવનના વિદ્યાર્થીઓ દ્વારા જાતે પોસ્ટર બનાવી રાજકોટના જુદા-જુદા ચોક જેવા કે ત્રિકોણ બાગ,, ક્રિસ્ટલ, મોલ, આકાશવાણી, ઇન્દિરા સર્કલ , જે.કે ચોક ,આજકાલ સર્કલ, જિલ્લા પંચાયત ચોક, કે કેવી ચોક, કિસાનપરા ચોક, કટારીયા ચોક ,કોટેચા ચોક ,હોસ્પિટલ ચોક પર જઈને સામાજિક જાગૃતિ માટે કાર્ય કરવામાં આવ્યું અને લોકોને જાગૃત કરવામાં આવ્યા. આ કાર્ય માટે વિદ્યાર્થીઓએ જાતે જ વિવિધ પોસ્ટરો બનાવ્યા હતા અને સવારે 9 વાગ્યાથી  વિવિધ સ્થળોએ ઉભા રહી જાગૃતિ ફેલાવી હતી. આ કાર્ય દરમિયાન લોકોએ પણ સારો એવો સાથ સહકાર રહ્યો અને લોકો દ્વારા પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું. લોકો દ્વારા આપવામાં આવેલા અભિપ્રાયો આ પ્રમાણે હતા.

*યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા જાગૃતિ નું જે કાર્ય કરવામાં આવી રહ્યું છે તેમના માટે તેમને ખૂબ ખૂબ અભિનંદન.

*આજની યુવા પેઢીને મોબાઈલનો વિવેકપૂર્ણ ઉપયોગનું માર્ગદર્શન આપવા બદલ ધન્યવાદ.

*અત્યારના સમયમાં આ કાર્ય કર્યું એ એક સમાજ માટે ખૂબ જ અગત્યની બાબત છે.

*વિદ્યાર્થીઓ ખૂબ જ સરસ કાર્ય કરે છે. કીમતી સમય સમાજ માટે આપે છે. આવા જ વ્યક્તિની જરૂર છે આ ધરતી ઉપર ખૂબ ખૂબ અભિનંદન.

*કોઈપણ જાતના કોઈ સ્વાર્થ વગર આવી પ્રવૃત્તિ ખરેખર ઉત્તમ છે. હું એક કોન્સ્ટેબલ તરીકે આવી પ્રવૃત્તિને આવકારું છું.

*ખુબ જ સરસ કામ છે. લોકોને જ મોબાઈલથી દૂર કરવા અને જીવન અનમોલ બનાવવા માટેનો આ સંદેશ ખૂબ ઉમદા છે.

*વિદ્યાર્થીઓ દ્વારા સામાજિક જાગૃતિ માટે સરસ કાર્ય કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ પોસ્ટર લઈ અને અલગ અલગ જગ્યાએ ઊભા છે અને આ એક ખૂબ જ ઉમદા ભર્યું કાર્ય છે ધન્યવાદ.

*મોબાઈલનો બિનજરૂરી ઉપયોગ ન  કરવો એ બાબત સાચી છે. આ કાર્ય સમાજને ખૂબ ઉપયોગી છે આભાર.

*મારા મત પ્રમાણે મોબાઈલનો ઉપયોગ ખૂબ જ હાનિકારક છે અને બંને તેટલી મહેનત કરીશ કે હું અને મારો પરિવાર આજથી ખૂબ જ ઓછા પ્રમાણમાં મોબાઈલનો ઉપયોગ કરીશુ.

*અત્યારે આવા કપરા સમયમાં તમારો મૂલ્યવાન સમય આપી લોકોને મોબાઈલ ના દુરુપયોગ અને તેનાથી થતા નુકસાન ને સમજાવવા ખૂબ જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *