લખનઉમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના કાફલાની આગળ દોડી રહેલા એન્ટી ડેમો વાહનને અકસ્માત નડ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે રસ્તા પર અચાનક કૂતરો આવી જવાને કારણે આ અકસ્માત થયો હતો. 11 લોકો ઘાયલ થયા હોવાની માહિતી છે જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
લખનૌમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો કાફલાને અકસ્માત નડ્યો છે. એરપોર્ટથી પરત ફરતી વખતે કૂતરાને બચાવવા જતાં અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં પાંચ પોલીસકર્મી અને છ નાગરિકો ઘાયલ થયા છે. ઘાયલોમાં બાળકોનો પણ સમાવેશ થાય છે. કાર અકસ્માત પર JCP ઉપેન્દ્ર કુમાર અગ્રવાલનું નિવેદન આવ્યું છે. તેમણે જણાવ્યું કે માર્ગ અકસ્માત અર્જુનગંજમાં મરી માતા મંદિર પાસે થયો હતો. જોઈન્ટ સીપી લો એન્ડ ઓર્ડર ઉપેન્દ્ર કુમાર અગ્રવાલે જણાવ્યું હતું કે, “મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના કાફલાની સુરક્ષા માટે ઈન્ટરસેપ્ટર અને એન્ટી ડેમો વાહનો સહિત જિલ્લા પોલીસના વાહનો દોડે છે. સ્થાનિક લોકોની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે એક કૂતરો આવ્યો હતો.