ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને ધમકી આપનાર આરોપીની તેલંગાણામાંથી ધરપકડ

મહારાષ્ટ્ર પોલીસે તેલંગાણામાંથી આરોપીની ધરપકડ કરી હતી, જેણે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને સતત પાંચ ધમકીભર્યા ઈ-મેઈલ મોકલ્યા હતા. આરોપીની ઓળખ ગણેશ રમેશ વનપારઘી તરીકે થઈ છે. પોલીસે શનિવારે આરોપીને કોર્ટમાં રજૂ કર્યો હતો, જ્યાંથી આરોપીને 8 નવેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર, મુકેશ અંબાણીના ઈ-મેઈલ પર એક સપ્તાહની અંદર પાંચ ઈ-મેઈલ આવ્યા હતા. મેઈલનો જવાબ ન આપવા પર 20 કરોડ રૂપિયા, પછી 200 કરોડ અને 400 કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી અને જો ખંડણી નહીં ચૂકવવામાં આવે તો જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. મુકેશ અંબાણીને ગયા અઠવાડિયે પહેલો ધમકીભર્યો ઈ-મેલ મળ્યો હતો. આ પછી 31 ઓક્ટોબર અને 01 નવેમ્બરના રોજ વધુ બે ઈ-મેલ મોકલવામાં આવ્યા હતા. જ્યારે પ્રથમ મેઈલની અવગણના કરવામાં આવી ત્યારે બીજો ઈ-મેલ મોકલવામાં આવ્યો. આ પછી, આગામી પાંચ દિવસમાં મેઇલની સંખ્યા અને ખંડણીની રકમમાં વધારો થયો.

ફરિયાદ મળતાની સાથે જ પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ અને સાયબર ક્રાઈમ વિભાગે તપાસ શરૂ કરી હતી. ઈ-મેલ ટ્રેસ કર્યા બાદ પોલીસે આરોપીની તેલંગાણાથી ધરપકડ કરી હતી. આ કેસમાં પોલીસે ઝડપાયેલા આરોપી ગણેશ વનપારધી ની સઘન પૂછપરછ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *