મુંબઈના શિવાજી પાર્કમાં એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે જૂથના કાર્યકરો વચ્ચે ઘર્ષણના સમાચાર છે. વાસ્તવમાં શુક્રવારે બાળા સાહેબ ઠાકરેની પુણ્યતિથિ છે. સ્મારક પર જ બંને જૂથના કાર્યકરો વચ્ચે અથડામણ થઈ હતી. હાલ બંને પક્ષના આગેવાનો અને ભારે પોલીસ બંદોબસ્ત સ્થળ પર હાજર છે.
બંને જૂથના કાર્યકરો અને આગેવાનો વચ્ચે થઈ બોલાચાલી
મળતી માહિતી પ્રમાણે શિવસેનાના નેતા અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે ગુરુવારે સાંજે બાળાસાહેબ ઠાકરેની સમાધિ સ્થળ પર શ્રદ્ધાંજલિ આપવા માટે દાદર પહોંચ્યા હતા. આ પછી બંને જૂથના કાર્યકરો અને આગેવાનો વચ્ચે બોલાચાલી થઈ હતી.
ગયા વર્ષે પણ શિવાજી પાર્કમાં રેલી યોજવા માટે બે જૂથો વચ્ચે થઈ હતી સ્પર્ધા
અગાઉ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ શિવાજી પાર્કમાં દશેરા રેલીનું આયોજન કરવા માટે BMCમાં દાખલ કરેલી તેમની અરજી પાછી ખેંચી લીધી હતી. તેમણે કહ્યું હતું કે તેઓ દશેરાના શુભ અવસર પર કોઈ વિવાદ ઇચ્છતા નથી. શિંદેએ તેમના પક્ષના કાર્યકરોને ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળના હરીફ જૂથ સાથે અથડામણ ન કરવાની અપીલ કરી હતી, એમ તેમણે જણાવ્યું હતું. ગયા વર્ષે પણ શિવાજી પાર્કમાં રેલી યોજવા માટે બે જૂથો વચ્ચે સ્પર્ધા થઈ હતી.