વર્લ્ડ કપ ફાઈનલ પહેલાં અમદાવાદનાં લોકો માટે એડવાઈઝરી, ટ્રાફિક મેનેજમેંટને લઈને પોલીસે જાહેર કરી એડવાઈઝરી

વનડે ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ આજે ભારત અને ઑસ્ટ્રેલિયાની વચ્ચે અમદાવાદમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમવામાં આવશે. તેવામાં સ્વાભાવિક છે કે અમદાવાદમાં ક્રિકેટ પ્રેમીઓની ભારે ભીડ જમા થવાની છે. ભીડને ધ્યાનમાં લેતાં અમદાવાદનાં પોલીસ કમિશ્નરે સિટી માટે ટ્રાફિક એડવાઈઝરી જાહેર કરી છે.

માનસી ચાર રસ્તાથી ડાબી બાજુવાળી શહીદ ચોક વસ્ત્રાપુર તળાવથી જમણીબાજુ વળી અંધજન ઓવરબ્રિજ નીચે ચાર રસ્તાથી જમણીબાજુ વળી કેશવબાગ તરફ અવર-જવર કરી શકાશે. માનસી ચાર રસ્તાથી જમણી બાજુ વળી જોધપુર ચાર રસ્તાથી ડાબી બાજુ વળી શિવરંજની ચાર રસ્તાથી ડાબી બાજુ વળી કેશવબાગ તરફ અવર-જવર કરી શકાશે.

વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત/ડાયવર્ઝનવાળા માર્ગોમાં જનપથ ટીથી મોટેરા સ્ટેડિયમનાં મુખ્ય ગેટથી કૃપા રેસીડેન્સી થઈ મોટેરા સુધી જતો માર્ગ બંધ રહેશે. જેના વૈકલ્પિક માર્ગ તરીકે લોકો તપોવન સર્કલથી ONGC ચાર રસ્તાથી વિસત ટીથી જનપથ ટી થઈ પાવર હાઉસ ચાર રસ્તા થઈ પ્રબોધરાવળ સર્કલ સુધીનાં માર્ગનો ઉપયોગ કરી શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *