ચીનથી પરત ફર્યા બાદ બરાડ્યાં માલદીવના પ્રેસિડન્ટ, ભારતને આંખ દેખાડી, કહ્યું ‘દાદાગીરીનો નથી કોઈ હક’

ભારત અને માલદીવ વચ્ચે રાજકીય વિવાદ ફરી એકવાર વધ્યો છે. ચીનના પ્રવાસે ગયેલા માલદીવના પ્રેસિડન્ટે ભારતને આંખ દેખાડી દિધી છે.

સમાચાર એજન્સીના રીપોર્ટ પ્રમાણે માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝ્ઝુ પાંચ દિવસના ચીન પ્રવાસ બાદ સ્વદેશ પરત ફરતા જ કહ્યું હતુ કે, ભારતનું નામ લીધા વગર ચોખ્ખું કહ્યું કે અમારી સાથે દાદાગીરી કરવાનું કોઈની પણ પાસે લાઈસન્સ નથી. તેમણે ઉમેર્યું હતુ કે ભલે અમે નાનો દેશ છીએ પણ અમને ધમકાવવાનો કોઈ અધિકાર નથી.

માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝ્ઝુ પાંચ દિવસના ચીન પ્રવાસે ગયા હતા. આ પ્રવાસ ત્યારે હતો જ્યારે ભારત અને માલદીવ વચ્ચે વિવાદ વકર્યો હતો. મોહમ્મદ મુઈઝ્ઝુ સ્વદેશ પરત ફર્યા છે. માલદીવમાં પરત ફરતાં જ તેમની આંખ ફરી ગઈ હોય તેવું જોવા મળ્યું છે. જાણે કે તેમને ચીનની તાકાત મળી હોય તે પ્રકારનું નિવેદન આપ્યું છે. ઉલ્લેખનીય છે કે રાજધાની માલે પાછા આવતાં જ તેમણે ભારતનું નામ લીધા વગર ચોખ્ખું કહ્યું કે અમારી સાથે દાદાગીરી કરવાનું કોઈની પણ પાસે લાઈસન્સ નથી. તેમણે કોઈનું નામ તો લીધું નથી પરંતુ તેમની આ વાત છૂપી રીતે ભારત સામે છે. 

ચીન તરફી મનાતા મુઈઝ્ઝની તેમની પાંચ દિવસની ચીનની મુલાકાત બાદ પાછા આવ્યાં હતા. તેમની આ મુલાકાત એવા સમયે થઈ જ્યારે માલદીવ સરકારના ત્રણ મંત્રીઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ મામલે ભારત અને માલદીવ વચ્ચે કૂટનીતિક વિવાદ વધ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *