મેટાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ બાદ હવે યુટ્યુબનું સર્વર પણ ડાઉન હોવાનું જાણવા મળે છે. ઘણા યુઝર્સને વીડિયો જોવામાં તકલીફ પડી રહી છે. યુઝર્સનું કહેવું છે કે યુટ્યુબનું હોમપેજ લોડ થઈ રહ્યું નથી.
આઉટેજને આવરી લેતી વેબસાઈટ ડાઉનડિટેક્ટર અનુસાર, રાત્રે 9 વાગ્યા પછી યુટ્યુબ ડાઉન થવાના લગભગ 5110 અહેવાલો આવ્યા છે.
ડાઉનડિટેક્ટર મુજબ લગભગ 43 ટકા વપરાશકર્તાઓ વેબસાઇટ સાથે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. જ્યારે 37 ટકા યુઝર્સ એપમાં તેનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકતા નથી. આ સાથે લગભગ 20 ટકા યુઝર્સ વીડિયોને યોગ્ય રીતે સ્ટ્રીમ કરી શકતા નથી.
ભારતીય યુઝર્સ પણ મુશ્કેલીનો કરી રહ્યા છે સામનો
YouTube ડાઉનની અસર ભારતમાં પણ જોવા મળી રહી છે. ઘણા ભારતીય વપરાશકર્તાઓ તેઓ જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તેની જાણ કરી રહ્યા છે. DownDetector અનુસાર, કેટલાક યુઝર્સને વીડિયો અપલોડ કરવામાં પણ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.