સમગ્ર દેશ અને દુનિયામાં રામ મંદિરને લઈ ભવ્ય તૈયારીઓ થઈ રહી છે ત્યારે અમદાવાદમાં એક ડ્રાય ક્લિનર્સ ધંધાર્થીએ રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈ એક અનોખો નિર્ણય કર્યો છે. 22 જાન્યુઆરીના રોજ ડ્રાય ક્લિનિંગમાં આવતા તમામ કપડાને અડધી કિંમતમાં ડ્રાય ક્લિનિંગ કરી આપવામાં આવશે. અને એટલું જ નહીં 22 જાન્યુઆરીના રોજ ડ્રાય ક્લિનિંગમાં આવેલી કિંમતમાંથી થયેલા નફાને રામમંદિર માટે અર્પણ કરવામાં આવશે.
પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલી ન્યૂ એડવર્ડ ડ્રાય ક્લિનર્સના માલિક તરૂણાબેન વછેટા દ્વારા આ અનોખો નિર્ણય કર્યો છે. તેમની ઈચ્છા હતી કે અયોધ્યા રામ મંદિર બને..અને તમની આ ઈચ્છા પૂરી થવા જઈ રહી છે. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના શુભ અવસર પર તેઓએ તેમની ન્યૂ એડવર્ડ ડ્રાય ક્લિનર્સમાં આવેલ તમામ કપડાં અડધી કિંમતે ડ્રાય ક્લિન કરી આપવાની જાહેરાત કરી છે. વધુમાં તેઓએ જણાવ્યું છે કે તે દિવસ દરમ્યાન થતા નફાની રકમ પણ રામ મંદિરમાં અર્પણ કરી દેશે.