મંત્રી કુંવરજી બાવળિયાના હસ્તે જસદણ તાલુકાના બાખલવડ ખાતે આલણ સાગર ડેમની કેનાલમા પાણીના વધામણા કરી કેનાલ શરુ કરવામાં આવી હતી.
આ તકે મંત્રીએ સ્થાનિકોને સંબોધતા કહ્યું હતું કે, જસદણ તાલુકાની પાણીની સમસ્યા આજે ભૂતકાળ બની ગઈ છે. આજે નર્મદાના નીર અહીં સુધી પહોંચ્યા છે. આ કેનાલના શરૂ થવાથી જસદણ વિસ્તારના ખેડૂતોને રવિ પાક માટે સિંચાઈનું પૂરતું પાણી મળશે. પાણીની સમસ્યા દૂર કરી રાજ્ય સરકારે છેવાડાના માનવીને પણ વિકાસના મુખ્ય પ્રવાહમાં જોડ્યા છે. આ પ્રસંગે મંત્રી સાથે સ્થાનિક અગ્રણીઓ, બહોળી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. મંત્રી રાઘવજી પટેલ, કુંવરજી બાવળીયા તથા ભાનુ બાબરીયા દ્વારા સહાય વિતરણ તથા બહુમાન કાર્યક્રમ યોજાશે.