મેઘરજના ચર્ચ ખાતે સર્વ ધર્મા પ્રાર્થના સભાનું કરાયું આયોજન

મેઘરજ નગર ના પંચાલ રોડ પર આવેલ કેથોલિક ચર્ચ ખાતે આજે સર્વ ધર્મ પ્રાર્થના સભા નું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં ખાસ ગાંધીનગર થી ઉપસ્થિત રહેલા ફાધર થોમસ મેકવાન અને સુરત ના દયાનંદ ભારતી બાપુ,મૌલાના મુસ્તુફા ભાયલા,રામદેવ આશ્રમ ના દીપક ભાઈ,સ્વાધ્યાય પરિવાર ના બ્રહ્મભટ્ટ ભાઈ અને સોની ભાઈ તથા પત્રકાર અને સામાજિક કાર્યકર્તા રહીમ ભાઈ ચડી ઉપસ્થિત રહી કાર્યકર અનુરૂપ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતુ.

મહેમાનો નું ચર્ચ પરિવાર દ્વારા ફૂલહાર પહેરાવી અને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું,પ્રસ્તુત પ્રાર્થના સભા નો આશય દેશ અને દુનિયા માં શાંતિ સ્થપાય અને સૌ માનવતા ના ધોરણે એક બીજા ને મદદરૂપ થાય તે માટે હતો,મોટી સંખ્યા માં સ્થાનિકો અને બાળકો કાર્યક્રમ માં હાજર રહ્યા હતા,કાર્યક્રમ નું સંચાલન મેડમ વેરોનિકા દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારે આભારવિધિ ફાધર કિરણ દ્વારા કરવામાં આવી હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *