કમળાપુર શાળાની ૨૦૫ વિદ્યાર્થીઓની માટે માસીક સ્ત્રાવ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

કમળાપુરની શિવમ વિદ્યાલયના પટાંગણ ખાતે વિદ્યાર્થીઓની માટે માસિક સ્ત્રાવ જાગૃતિ અંગેનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જસદણના તાલીમ નિષણાતો ડો. શીતલબેન મેણીયા અને ડો.જસ્મીનાબેન ભુવા દ્વારા ગાર્ડી હાઈસ્કૂલની ધોરણ ૯-૧૨ની વિદ્યાર્થીનીઓ અને શ્રી શિવમ વિદ્યાલયની ધોરણ ૬- ૧૨ની વિદ્યાર્થીનીઓને માસિક સ્ત્રાવ તથા તે દરમ્યાન સ્વચ્છતા અને તેના સાથે જોડાયેલી અંધશ્રદ્ધાઓ દૂર કરવા અંગે જાગૃતિ તથા બહેનોના સ્વાસ્થ્ય અને તંદુરસ્તી વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.


આ કાર્યક્રમમાં શ્રી જયેશભાઈ ઢોલરીયા, શાળાના સંચાલકો, સ્ટાફ અને કમળાપુર પી.એચ.સીના ડો.શ્રી ધવલ દેસાઈ તેમજ દવાખાનાનો તમામ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *