ગુજરાતમાં બાગાયતી ખેતીનો વાવેતર વિસ્તાર વધારવાની દિશામાં રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. ગુજરાતના ખેડૂતોને બાગાયતી ખેતીલક્ષી અદ્યતન તાલીમ અને માર્ગદર્શન આપવા રાજ્યમાં નવા ચાર સેન્ટર ઓફ એક્સેલેન્સ સ્થપાશે.
કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે આ મહત્વની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે ગાંધીનગર, અમરેલી, બનાસકાંઠા અને દાહોદ જિલ્લામાં નવા સેન્ટર ઓફ એક્સેલેન્સ સ્થાપવાનો નિર્ણય કર્યો છે. આ માટે રાજ્ય સરકાર દ્વારા આગામી ત્રણ વર્ષ માટે સેન્ટર દિઠ રૂપિયા ૧૦ કરોડ મળી કુલ રૂપિયા ૪૦ કરોડ રકમ ફાળવવામાં આવી છે. રાજ્યમાં બાગાયત ખાતા દ્વારા કુલ ૧૭ સેન્ટર ઓફ એક્સેલેન્સ કાર્યરત થશે. નવા સેન્ટર ઓફ એક્સેલેન્સને વધુ આધુનિક બનાવવામાં આવશે.
જાણો મહત્વના મુદ્દા
– બાગાયતી ખેતીનો વાવેતર વિસ્તાર વધારવાની દિશામાં રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય
– રાજ્યમાં નવા ચાર સેન્ટર ઓફ એક્સેલેન્સ સ્થપાશે: કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ
– અમરેલી, દાહોદ, બનાસકાંઠા અને ગાંધીનગર જિલ્લામાં સેન્ટર ઓફ એક્સેલેન્સ સ્થપાશે: કૃષિ મંત્રીશ્રી
– ખેડૂતોને બાગાયતી ખેતીલક્ષી અદ્યતન તાલીમ અને માર્ગદર્શન આપવા સેન્ટર ઓફ એક્સેલેન્સ સ્થપાશે
– આ કેન્દ્રો પર બાગાયત ખેતીની નવી આધુનિક પદ્ધતિઓ અંગે તાલીમો અને નિદર્શનો અપાશે
– રાજ્ય સરકાર દ્વારા આગામી ત્રણ વર્ષ માટે સેન્ટર દિઠ ₹ ૧૦ કરોડ મળી કુલ ₹ ૪૦ કરોડ રકમ ફાળવાઈ
– રાજ્યમાં બાગાયત ખાતા દ્વારા કુલ ૧૭ સેન્ટર ઓફ એક્સેલેન્સ કાર્યરત થશે: કૃષિ મંત્રીશ્રી