ગિફ્ટ સીટી પ્રોજેક્ટ ભારતની વિકાસ-ગાથાનું અભિન્ન અંગ, કઈ રીતે ભારતનું બદલશે આર્થિક પરિદ્રશ્ય

ગુજરાતને ફાયનાન્સિઅલ સર્વિસના કેન્દ્રબિંદુ બનાવવાના વિઝન સાથે ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક-સીટી એટલે કે ગીફ્ટ સીટીનું નિર્માણ થયું. નેશનલ ઈમ્પોર્ટન્સ ધરાવતો આ પ્રોજેક્ટ આજે ભારતની વિકાસ-ગાથાનું અભિન્ન અંગ બની રહ્યો છે, ત્યારે નિહાળીએ કે કઈ રીતે ગીફ્ટ સીટી ભારતનું આર્થિક પરિદ્રશ્ય બદલશે.

ગિફ્ટ સિટી 886 એકરમાં ફેલાયેલું ભારતનું પ્રથમ ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી છે, જેમાં આંતરરાષ્ટ્રીય બેકિંગ, વીમા અને મૂડી બજારોને અનુરૂપ વિશ્વ કક્ષાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે. અહીં 10 હજારથી વધુ વર્કિંગ પ્રોફેશનલ કામ કરી રહ્યા છે, સાથે જ 1.57 બિલિયન ડોલરના રોકાણની ખાતરી મળી ચૂકી છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના મતે ગિફ્ટ સિટી એ આંતરરાષ્ટ્રીય નાણાંકીય સેવાઓનો હબ તરીકે ઉભરી રહ્યું છે.

પ્રધાનમંત્રી શ્રી મોદીએ તાજેતરના એક ભાષણમાં ભારતના વિકાસમાં ગિફ્ટ સિટીના યોગદાનને કંઈક આ રીતે વર્ણવ્યું. “ગિફ્ટ સિટી કોમર્સ અને ટેક્નોલોજી કે હબ તરીકે તેની મજબૂત ઓળખ બનાવી રહી છે. ગિફ્ટ સિટી વેલ્થ અને વિજડમ બંને સેલીબ્રેટ કરે છે.”

ગિફ્ટ સિટી IFSC એક્સચેન્જમાં US$50 બિલિયનના બોન્ડ્સ સાથે પહેલાથી જ સૂચિબદ્ધ છે.રોકાણકારોને આકર્ષવા માટે અનેક ટેક્સ બેનિફિટ આપવામાં આવ્યા છે. જેમાં રોકાણકારને પંદરમાંથી સતત દસ માટે 100 ટકા કરમુક્તિ આપવામાં આવી છે.ગિફ્ટ સીટીના એમ.ડી. શ્રી તપન રેના મતે, આ શહેર ભાવિ ભારતનું પ્રતિનિધિત્વ કરશે.

ગિફ્ટ સિટી ભારતના આર્થિક લેન્ડસ્કેપને તૈયાર કરી રહી છે. આમ જોવા ગીફ્ટ સીટી એ માત્ર સાબરમતીના કિનારે વસેલું માત્ર શહેર નથી, પણ અનંત સંભાવનાઓ સાથેના ભવિષ્યના ભારત પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતાનું પ્રતીક છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *