જામનગરમાં સેતાવડ પાસે આવેલ શ્રી અવેડીયા મામાનાં મંદિરે શ્રી અવેડીયા મામા સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તા. 25/11 ને શનિવારે સાંજે 4 થી રાત્રે 9:30 દરમ્યાન અન્નકૂટ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
ગજકેસરી યુવા સંગઠન દ્વારા તા. 26/11 ને રવિવારે રાત્રે 10:30 કલાકે ડાક – ડમરૂં નાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સર્વે ભક્તોને અન્નકૂટ ઉત્સવનાં દર્શન તથા ડાક-ડમરૂં કાર્યક્રમનો લાભ લેવા માટે અનરોધ કરવામાં આવ્યો છે.