શ્રી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ – ગોતા-વૈષ્ણોદેવી દ્વારા સ્નેહમિલન અને વાર્ષિક સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ સંપૂર્ણ પણે રામ મંદિર થીમ પર આધારિત છે. જેમાં રામ મંદિર આધારિત સેલ્ફી પોઇન્ટ પણ રાખવામાં આવ્યો છે.
આ કાર્યક્રમમાં સમાજના 2 વર્ષથી વધુની વયના બાળકોને ઇનામ વિતરણ પણ કરવામાં આવશે. રાજ્યમાં વધતા કોરોનાને લઈને કાર્યક્રમમાં પ્રસિદ્ધ ડોકટરો દ્વારા આરોગ્યની માહિતી, શૈક્ષણિક માહિતી, પર્યાવરણ જાગૃતિ સહિતના વિવિધ પાસાઓ પર કરવામાં આવતી કામગીરી અંગે વિસ્તૃત માહિતી સમાજના દરેક સભ્યોને આપવામાં આવશે.
કાર્યક્રમમાં સ્થાનિક નેતાઓ, સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ સહિત સમાજમા દરેક સભ્યો પરિવાર સાથે પધારશે. તેમજ કાર્યક્રમના અંતે તમામ લોકો સાથે સૌ ભોજન કરીશું.
આ કાર્યક્રમની વાત કરીએ તો અમદાવાદના ગોતા ગામ રોડ પર આવેલા અરાઈસ પાર્ટી પ્લોટ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમ આવતીકાલે એટલે કે તા. 07-01-2024 રવિવારના રોજ કરવામાં આવ્યો છે. કાર્યક્રમ સાંજના 4 થી 8 દરમિયાન કરવામાં આવ્યું છે. વધુ માહિતી માટે અતુલ પટોળીયાનો મો. 9726530209 પર સંપર્ક કરી શકે છે.