આદિત્ય એલ1ની સફરમાં વધુ એક સફળતા મળી છે. પેલોડ SUIT આદિત્ય L1એ સૂર્યની તસવીરો કેપ્ચર કરી છે. જેમાં સૂર્યના સક્રિય અને નિષ્ક્રિય ભાગો બતાવવામાં આવ્યા છે. ઈસરોએ ટ્વિટ કરીને આ માહિતી આપી હતી.
ભારતના સન મિશનમાં સ્થાપિત પેલોડ SUIT આદિત્ય L1એ સૂર્યની તસવીરો કેપ્ચર કરી છે. ઈસરોએ ટ્વિટર પર આ અંગે ટ્વિટ કરીને શુક્રવારે માહિતી આપી હતી. સ્યુટ પેલોડે નજીકની અલ્ટ્રાવાયોલેટ તરંગલંબાઇ પર સૂર્યની સંપૂર્ણ ડિસ્ક છબીઓ કેપ્ચર કરી છે.
ISROએ કરી આ પોસ્ટ
ISROએ તેની એક પોસ્ટમાં જણાવ્યું હતું. છબીઓમાં 200 થી 400 nm સુધીની તરંગલંબાઇ પર સૂર્યની પ્રથમ પૂર્ણ-ડિસ્ક રજૂઆતનો સમાવેશ થાય છે. છબીઓ સૂર્યના ફોટોસ્ફિયર અને ક્રોમોસ્ફિયરની જટિલ વિગતો પ્રદાન કરે છે.