રેસકોર્સ સભા સ્થળે પાંચ ડોમમાં ૩૦ જેટલી એલ.ઈ.ડી. અને બે લાખ વોટ સાઉન્ડ સિસ્ટમની મદદથી લાઈવ પ્રસારણ

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી રાજકોટ ખાતે રેકોર્ડ-બ્રેક રૂ. ૪૮ હજાર કરોડના વિવિધ પ્રકલ્પના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવા આવતી કાલે ૨૫ ફેબ્રુઆરીના રોજ આવી રહ્યા છે, ત્યારે રાજકોટના રેસકોર્સ ખાતે ભવ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે પાંચ મોટા જર્મન ડોમમાં વિશાળ સંખ્યામાં ઉમટનારા માનવ મહેરામણ માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જોરદાર તૈયારીઓ કરાઇ છે.

આ જનમેદની વડાપ્રધાનશ્રીનો લાઈવ કાર્યક્રમ નિહાળી શકે તે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભવ્ય આયોજન હાથ ધરવામાં આવ્યું છે. લોકો બેસીને શાંતિથી કાર્યક્રમ નિહાળી શકે તે માટે મુખ્ય સ્ટેજ સહીત ૩૦ જેટલી વિશાળ એલ.ઈ.ડીલ. સ્ક્રીન ગોઠવવામાં આવી હોવાનું શ્રી જીતેન્દ્રભાઈ જોશી જણાવે છે. મેનેજર શ્રી હિતેષભાઇ વધુ વિગત આપતા જણાવે છે કે, મુખ્ય સ્ટેજ પર ૨૦x૬૦ ફુટ, વી.વી.આઈ.પી. અને વી.આઈ.પી. ડોમમાં ફ્રન્ટ પર ૨૦x ૪૦, પબ્લિક એરિયામાં ૮x ૧૨ ફુટ ની એલ.ઈ.ડી. લગાડવામાં આવી છે.

સાઉન્ડ અંગે માહિતી આપતા જગદીશભાઈ શીંગાળા જણાવે છે કે, કુલ 30 ટાવર ઉભા કરવામાં આવ્યા છે જેમાં ૧૮૦ ટોપ લગાડવામાં આવ્યા છે. મુખ્ય સ્ટેજ પર અને સાંસ્કૃતિક કાર્યક્રમ સ્ટેજ પર ૮ મોનિટર અને ૪ સાઉન્ડ ફીલ મુકવામાં આવ્યા છે બધું મળીને ૨ લાખ વોટની સાઉન્ડ સિસ્ટમ સાથે ડિજીકો કંપનીના સાઉન્ડ મિક્સર લોકો સુધી અવાજ પહોંચાડશે. જેને ડબલ લેવલનું પાવર બેકઅપ પણ આપવામાં આવ્યું છે.

આ સાથે લાઇટિંગ અને પાવર બેકઅપ અંગે શ્રી જગદીશભાઈ પટેલ માહિતી આપતા જણાવે છે કે, મુખ્ય સ્ટેજ તેમજ અન્ય ગ્રીન રૂમમાં ૫૦૦ ટનના એ.સી., ૧૫૦૦ જેટલા પંખા અને ૩૦૦ જેટલી લાઈટથી ડોમમાં હવાની યોગ્ય અવર-જવર થઇ શકે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં પાવર બેકઅપ માટે ૯૦ કે.વી. ના ૧૮ કનેક્શન મળી કુલ ૧૬૨૦ કે.વી. નું પાવર સપ્લાય પૃ પાડવામાં આવશે.

સમગ્ર વ્યવસ્થાપન કલેકટર ઓફિસના શ્રી ગૌરાંગ નાંઢાના માર્ગદર્શનમાં કરવામાં આવી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *