પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તમિલનાડુના પ્રવાસે છે ત્યારે આજે PM મોદી દ્વારા રામનાથસ્વામી મંદિરમાં પૂજા અર્ચના કરવામાં આવી. તેમજ સમુદ્રમાં પવિત્ર સ્નાન પણ કર્યું હતું. આ ઉપરાંત PM મોદીએ વિદ્વાનો પાસેથી રામાયણનું પઠન સાંભળ્યું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તામિલનાડુની મુલાકાત દરમિયાન શનિવારે (20 જાન્યુઆરી) અંગી તીર્થ બીચ પર સ્નાન કર્યું હતું. આ પછી તેમણે ભગવાન રામનાથસ્વામી મંદિરમાં પૂજા અર્ચના કરી. આ દરમિયાન પીએમ મોદી હાથમાં રુદ્રાક્ષની માળા પહેરેલા જોવા મળ્યા હતા. પીએમ મોદીને પૂજારીઓ તરફથી પરંપરાગત ભેટ આપવામાં આવી હતી. તેમણે તમિલનાડુના પ્રાચીન શિવ મંદિર રામનાથસ્વામીમાં આયોજિત ભજનમાં પણ ભાગ લીધો હતો.
રામાયણ સાથે છે આ મંદિરનો સંબંધ
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર તમિલનાડુના રામનાથપુરમ જિલ્લાના રામેશ્વરમ દ્વીપમાં સ્થિત શિવ મંદિર પણ રામાયણ સાથે સંબંધિત છે, કારણ કે અહીંના શિવલિંગની સ્થાપના ભગવાન શ્રી રામ દ્વારા કરવામાં આવી હતી. ભગવાન રામ અને દેવી સીતાએ અહીં પ્રાર્થના કરી હતી.