ઓસ્ટ્રેલિયાએ અફઘાનિસ્તાન સામે શાનદાર જીત મેળવી, મેક્સવેલે આ વર્લ્ડ કપની પ્રથમ બેવડી સદી ફટકારી

વર્લ્ડ કપની અત્યાર સુધીની સૌથી રોમાંચકકારી મેચમાં ઓસ્ટ્રેલિયાએ ગ્લેન મેક્સવેલની ડબલ સદીથી અફઘાનિસ્તાન સામે શાનદાર જીત મેળવીને વર્લ્ડ કપની સેમી ફાઈનલમાં સત્તાવાર એન્ટ્રી મેળવી લીધી છે.

વર્લ્ડ કપની અત્યાર સુધીની સૌથી રોમાંચકકારી મેચમાં ઓસ્ટ્રેલિયાએ ગ્લેન મેક્સવેલની ડબલ સદીથી અફઘાનિસ્તાન સામે શાનદાર જીત મેળવીને વર્લ્ડ કપની સેમી ફાઈનલમાં સત્તાવાર એન્ટ્રી મેળવી લીધી છે. એક તબક્કે ઓસ્ટ્રેલિયા હારની અણી પર હતું પરંતુ તોફાની બેટર મેક્સવેલે એકલે હાથે મેચ જીતાડી દીધી હતી. 

ઓસ્ટ્રેલિયાના પ્લેયર ગ્લેન મેક્સવેલે મુંબઈના વાનખેડેમાં બેવડી સદી ફટકારીને ઈતિહાસ રચ્યો હતો. ટાર્ગેટનો પીછો કરતી વખતે મેક્સવેલે સૌથી મોટી ઇનિંગ રમી અને ઓસ્ટ્રેલિયાને હારેલા મેચને જીતમાં બદલી નાખ્યો હતો. એક સમયે ઓસ્ટ્રેલિયાએ માત્ર 91 રનમાં સાત વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારે એવું લાગતું હતું કે અફઘાનિસ્તાનની ટીમ આસાનીથી આજનો મેચ જીતી જશે, પરંતુ ગ્લેન મેક્સવેલે 201* રનની ઇનિંગ રમીને પોતાની ટીમને હારેલી રમત જીતાડવામાં સફળ રહ્યો હતો. આ જીત સાથે ઓસ્ટ્રેલિયા ટૂર્નામેન્ટની સેમિફાઈનલમાં પહોંચનારી ત્રીજી ટીમ બની ગઈ છે.

અફઘાનિસ્તાને પ્રથમ બેટિંગ કરતા 291 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 91 રન અને સાત વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી મેક્સવેલ અને કમિન્સે 202* રનની ભાગીદારી કરી અને અફઘાનિસ્તાનના હાથમાંથી જીત છીનવી લીધી. આ વિશાળ ઇનિંગ્સમાં ગ્લેન મેક્સવેલને તેના 33 રનના વ્યક્તિગત સ્કોર પર ચૂકી ગયેલા કેચને કારણે જીવનની લીઝ મળી, જેનો તેણે પૂરેપૂરો ફાયદો ઉઠાવ્યો હતો. વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા માટે આ સૌથી મોટો રન ચેઝ હતો.

292 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ટીમે બીજી ઓવરમાં ટ્રેવિસ હેડ (0)માં પ્રથમ વિકેટ ગુમાવી હતી. આ પછી છઠ્ઠી ઓવરમાં ત્રીજા નંબરે આવેલા મિશેલ માર્શે 11 બોલમાં 2 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 24 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. ટીમ બીજી વિકેટના આંચકામાંથી બહાર આવી રહી હતી જ્યારે 9મી ઓવરના પહેલા બોલ પર બીજો ઓપનર ડેવિડ વોર્નર 18 રનની ઇનિંગ રમી રહેલા અઝમતુલ્લાહ ઓમરઝાઈનો શિકાર બન્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *