કેન્દ્ર દ્વારા કોચિંગ સેન્ટરોને લઈને કડક પાબંધીઓ લગાવવામાં આવી છે. જેમાં 16 વર્ષથી ઓછી ઉંમરના વિદ્યાર્થીઓના કોચિંગ પર પ્રતિબંધ રહેશે. એટલું જ નહીં પ્રતિબંધ ભંગના કિસ્સામાં 1 લાખનો દંડ અને રજિસ્ટ્રેશન પણ રદ કરી શકે છે.
સરકારને કેટલીક ફરિયાદો મળી હતી. જેવી કે, વિદ્યાર્થીઓની આત્મહત્યાના વધતા જતા કિસ્સાઓ, કોચિંગ સંસ્થાઓમાં સુવિધાઓનો અભાવ, આગની ઘટનાઓ તેમજ તેમના દ્વારા અપનાવવામાં આવેલી શિક્ષણ પદ્ધતિઓ વગેરે જેવી બાબતો અંગે સરકારને કેટલીક ફરિયાદો મળી હતી. જેના પગલે મંત્રાલય દ્વારા આ માર્ગદર્શિકા તૈયાર કરાઈ છે. “કોઈ પણ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ સ્નાતકથી ઓછી લાયકાત ધરાવતા શિક્ષકોની નિમણૂક કરશે નહીં. કોચિંગ સંસ્થાઓ વિદ્યાર્થીઓની નોંધણી માટે માતા-પિતાને ખોટા વચનો અથવા રેન્ક અથવા સારા ગુણની બાંયધરી આપી શકશે નહીં માધ્યમિક શાળાની પરીક્ષા પછી જ વિદ્યાર્થીઓને કોચિંગ સંસ્થામાં પ્રવેશ આપવો જોઈએ.
સરકારે સ્પસ્ટ જણાવ્યું છે કે જે પણ કોચિંગ સંસ્થાઓ ગાઈડલાઈન્સનું પાલન નહીં કરે તેને એક લાખ રૂપિયા સુધીનો દંડ થશે તેમજ વધુ ફી વસૂલવા બદલ રજિસ્ટ્રેશન પણ રદ્દ થઈ શકે છે.