શ્રીલંકાના બેટર એન્જેલો મેથ્યૂસનો ટાઈમ આઉટ વિવાદ બાંગ્લાદેશને ફળ્યો હોય તેવું લાગી રહ્યું છે. દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી વર્લ્ડ કપની મેચમાં બાંગ્લાદેશે શ્રીલંકાને 3 વિકેટ હરાવીને વર્લ્ડ કપમાં ઈતિહાસ રચ્યો છે.
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમ 50 ઓવરમાં 279 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી બાંગ્લાદેશની ટીમે 41.1 ઓવરમાં 7 વિકેટે 282 રન બનાવીને મેચ જીતી લીધી હતી.
https://x.com/ICC/status/1721567517053714576?s=20
બાંગ્લાદેશ તરફથી સૌથી વધુ 90 રન નઝમુલ હસન શાંટોએ બનાવ્યા હતા. બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસને 82 રન બનાવ્યા હતા. વર્લ્ડ કપમાં બાંગ્લાદેશે સતત 6 મેચ હાર્યા બાદ આ જીત મેળવી છે.
શું છે ટાઈમ આઉટ વિવાદ ?
મેચ દરમિયાન એક ખેલાડી આઉટ થાય તો બીજા ખેલાડીને મેદાનમાં આવવા માટે 3 મિનિટનો સમય મળતો હોય છે. આ 3 મિનિટમાં ખેલાડીએ આવીને બેટિંગ સંભાળી લેવું પડતું હોય છે. હાલના વર્લ્ડ કપમાં ટાઈમ 3 મિનિટથી ઘટાડીને 2 મિનિટનો કરાયો છે. એટલે એકના આઉટ થયા બાદ બીજા ખેલાડીએ 2 મિનિટમાં મેદાનમાં આવી જવાનું હોય છે જો તે 2 મિનિટમાં ન આવ્યો તો હરીફ ટીમના કેપ્ટન દ્વારા એમ્પાયર્સને ટાઈમ આઉટ થવાની અપીલ કરે છે અને નિયમ પ્રમાણે એમ્પાયર્સને ટાઈમ આઉટ આપવો પડતો હોય છે.
શ્રીલંકાના આ પ્લેયરને ટાઈમ આઉટ આપવામાં આવ્યો
શ્રીલંકાના એન્જેલો મેથ્યૂસ સાથે પણ આ જ 2 મિનિટની ઘટના બની હતી. હેલ્મેટની કેપ તૂટી ગઈ હોવાથી તે સમી કરવામાં રહ્યો તેમા 2 મિનિટથી વધારે સમય થઈ જતા બાંગ્લાદેશના કેપ્ટન શાકિબે એમ્પાયરને મેથ્સૂસને ટાઈમ આઉટ કરવાની અપીલ કરી હતી જે સ્વીકારી લઈને એમ્પાયરે તેને ટાઈમ આઉટ આપી દીધો હતો.
146 વર્ષના ક્રિકેટના ઈતિહાસમાં પહેલી ઘટના બની
એન્જેલો મેથ્યૂસના ટાઈમ આઉટ થવાની ઘટના 146 વર્ષના ક્રિકેટના ઈતિહાસમાં પહેલી છે. આ પહેલા કોઈ ખેલાડીને ટાઈમ આઉટ નથી અપાયો. ક્રિકેટ ફેન્સને પણ નવી વાત જાણવા મળી છે. રમ્યા વગર આઉટ થઈ જતાં એન્જેલો મેથ્યૂસ ખૂબ ગુસ્સે ભરાયો હતો અને મેદાનમાં તેણે બાંગ્લાદેશી કેપ્ટન અને એમ્પાયર સાથે રકઝક કરી હતી. ત્યાર બાદ તે હેલ્મેટ પછાડીને પેવેલિયન જતો રહ્યો હતો.