લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ એક્શનમાં હોય તેવું દેખાઈ રહી છે. લોકસભા ચૂંટણી આવતા વર્ષે એટલે કે 2024માં છે ત્યારે કોંગ્રેસે ચૂંટણી સમિતિના રચના કરી દિધી છે. આ સમિતિમાં શક્તિસિંહ ગોહિલ, જગદીશ ઠાકોર સહિતના 23 નેતાઓના નામ સમિતિમાં સામેલ છે.
લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ દ્વારા કવાયત તેજ થઈ છે. કોંગ્રેસે ચૂંટણી સમિતિની રચના કરી છે. જેમાં પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલનો સમિતિમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત અમિત ચાવડા, ભરતસિંહ સોલંકીનો પણ સમિતિમાં સમાવેશ કરાયો છે. વધુમાં જગદીશ ઠાકોર, સિદ્ધાર્થ પટેલ, અમી યાગ્નિક, નારણ રાઠવા, દીપક બાબરિયા પણ સામેલ છે.