ટ્રમ્પે સુપ્રીમ કોર્ટના નિર્ણયને અમેરિકન લોકોની જીત ગણાવી છે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી કોલોરાડો, ઈલિનોઈસ, મેઈન સહિતના તે રાજ્યોમાં પ્રાથમિક ચૂંટણી દરમિયાન બેલેટ પેપરમાંથી ટ્રમ્પને હટાવવાના પ્રયાસો પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. જો કે, આનાથી ટ્રમ્પની મુશ્કેલીઓનો અંત આવ્યો નથી; તેમની સામે ચાર ફોજદારી કેસ પેન્ડિંગ છે. જેના પર નિર્ણય આવવાનો બાકી છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ પદ માટે રિપબ્લિકન નોમિનેશનની રેસમાં આગળ ચાલી રહેલા પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને 16 રાજ્યોમાં યોજાનારી પ્રાથમિક ચૂંટણી પહેલા મોટી રાહત મળી છે. યુએસ સુપ્રીમ કોર્ટે સોમવારે કેપિટલ હિલ કેસમાં ટ્રમ્પ પર ચૂંટણી લડવા પરનો પ્રતિબંધ ઉઠાવી લીધો હતો અને તેને રાજ્યના અધિકારક્ષેત્રની બહાર ગણાવ્યો હતો. કહ્યું, આ અધિકાર કોંગ્રેસ પાસે છે.
ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટના નિર્ણયથી કોલોરાડો, ઈલિનોઈસ અને મેઈન સહિતના રાજ્યોમાં પ્રાથમિક ચૂંટણી દરમિયાન બેલેટ પેપરમાંથી ટ્રમ્પને હટાવવાના પ્રયાસો પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. આ સાથે જ ટ્રમ્પે સુપ્રીમ કોર્ટના નિર્ણયને અમેરિકન લોકોની જીત ગણાવી છે.