રાજકોટઃ ધોરાજી તાલુકાનાં ભાડેર અને વેલારીયા ગામે લાભાર્થીઓને ઘર આંગણે મળ્યા સરકારી યોજનાઓનાં લાભ

કેન્દ્ર અને રાજ્ય સરકારની જન કલ્યાણકારી યોજનાઓની માહિતી જન જન સુધી પહોંચે તે હેતુસર આયોજિત “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” રાજકોટ જિલ્લામાં ધોરાજી તાલુકાનાં ભાડેર અને વેલારીયા ગામે પહોંચી હતી, જ્યાં ગ્રામજનોએ આ રથને હોંશભેર વધાવ્યો હતો તથા બંને ગામના પાત્રતા ધરાવતા લાભાર્થીઓએ ઘર આંગણે સરકારી યોજનાઓના લાભો મેળવ્યા હતા.

આ તકે આરોગ્ય વિભાગ દ્વારા બંને ગામમાં નિ:શુલ્ક હેલ્થ સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું. ગામની શ્રેષ્ઠતમ હિમોગ્લોબીન ધરાવતી સશકત કિશોરી, મહીલાઓ, તેજસ્વી વિદ્યાર્થી, સ્થાનિક કલા કારીગર, રમતવીરને મહાનુભાવોનાં હસ્તે પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત અધિકારીઓ દ્વારા સરકારના વિવિધ વિભાગની જનકલ્યાણકારી યોજનાઓની જાણકારી આપવાની સાથે લાભાર્થીઓને ઉજ્જવલા યોજના અન્વયે ગેસ કીટ, સોઈલ હેલ્થ કાર્ડ, આયુષ્માન કાર્ડ, પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ડ્રોનથી દવા છંટકાવની નવી ટેકનોલોજીથી ખેડુતોને માહિતગાર કરાયા હતા. “ધરતી કહે પુકાર” કૃતિ દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ તરફ વળવા પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા.

“મેરી કહાની, મેરી ઝુબાની” અંતર્ગત લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવો વર્ણવ્યા હતા. ગ્રામ પંચાયત દ્વારા આયુષ્માન કાર્ડની કામગીરી, જન ધન યોજના, જલ જીવન મિશન, પીએમ કિશાન યોજના, ઓડીએફ પ્લસ એટલે કે ખુલ્લામાં શૌચ મુક્ત ગામ સહિત જમીન રેકર્ડ ડીઝીટાઈઝેશનની ૧૦૦% કામગીરી થવા બદલ પ્રશસ્તિપત્ર પણ એનાયત કરવામાં આવ્યા હતા. ગ્રામજનો પ્રધાનમંત્રીશ્રીનો વિકસિત ભારત સંકલ્પ સંદેશ સાંભળવાની સાથે વિકાસલક્ષી શોર્ટ ફિલ્મ નિહાળી, વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત ભારત બનાવવા યથા યોગ્ય યોગદાન આપવા સંકલ્પબધ્ધ થયા હતા.

આ કાર્યક્રમમાં સરપંચશ્રીઓ, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયતના પદાધિકારીઓ, સદસ્યશ્રીઓ, આગેવાનશ્રીઓ, મહેસુલ વિભાગ, ખેતીવાડી વિભાગ, બેંક, પશુપાલન, આરોગ્ય, શાળાના આચાર્યશ્રી, શિક્ષકો, તલાટી મંત્રીશ્રીઓ, આઈ.સી.ડી.એસ., સહિતનાં સંબધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *