ટોક્યોના હાનેદા એરપોર્ટ પર કોસ્ટ ગાર્ડના વિમાન સાથે અથડાયા બાદ જાપાન એરલાઈન્સના વિમાનમાં આગ લાગી હતી. જેમાં 350 થી વધુ મુસાફરો સવાર હતા. કોસ્ટ ગાર્ડ પ્લેનમાં સવાર પાંચ ક્રૂ મેમ્બરના મોત થયા હતા. જ્યારે એક વ્યક્તિને ઈજા પહોચી હતી.
ભૂકંપથી તબાહ થયેલા જાપાનમાં મંગળવારે (2 જાન્યુઆરી) એક મોટી દુર્ઘટના થઈ હતી. ટોક્યોના હાનેદા એરપોર્ટના રનવે પર લેન્ડિંગ વખતે એક પ્લેનમાં આગ લાગી હતી. વિમાનમાં 350 થી વધુ મુસાફરો સવાર હતા અને તે તમામ સુરક્ષિત છે.
જાપાનના NHK ટીવી અનુસાર, પેસેન્જર પ્લેન એરપોર્ટ પર કોસ્ટ ગાર્ડ પ્લેન સાથે અથડાયું અને આગ લાગી હતી. જેમાં કોસ્ટ ગાર્ડ પ્લેનમાં સવાર પાંચ ક્રૂ મેમ્બરના મોત થયા હતા. જ્યારે એક વ્યક્તિને ઈજા પહોચી હતી.
પ્રધાનમંત્રીએ શું કહ્યું?
એનએચકે ટીવીએ જાપાનના વડા પ્રધાન ફ્યુમિયો કિશિદાને ટાંકીને જણાવ્યું હતું કે વિમાનમાં 367 મુસાફરો અને 12 ક્રૂ સભ્યોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. જાપાનના પીએમ ફ્યુમિયો કિશિદાએ કહ્યું કે પાંચ લોકોના જીવ ગયા તે અત્યંત ખેદજનક અને પરેશાન કરનાર છે. હું તેમના પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું.
સૌથી મોટી આશ્ચર્યની વાત તો એ છે કે આટલા ભયંકર આગ બાદ પણ દરેક યાત્રીને કેવી રીતે બચાવવામાં આવ્યા. આ ઘટના બાદ તાત્કાલી ક જ રેસ્ક્યૂ ટીમને એલર્ટ કરી દેવામાં આવી હતી. પ્લેન જમીન પર આવતા જ લોકોનું ધ્યાન તરત જ લેન્ડિંગ પર કેન્દ્રિત થઇ ગયું હતું. આ ઉપરાંત મુસાફરોએ પણ હિંમત દાખવી ઈમરજન્સી એક્ઝિટથી એક પછી એક નીચે ઉતર્યા હતા. ઘણા લોકો બારીમાંથી કૂદ્યા હતા. મહત્વનું છે કે આ ઘટના કોઈ ચમત્કારથી ઓછી નથી.
ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર કોસ્ટ ગાર્ડનું વિમાન જાપાનમાં ભૂકંપથી પ્રભાવિત વિસ્તારોમાં સામાન પહોંચાડવા જઈ રહ્યું હતું.
આ દુર્ઘટનાના એક દિવસ પહેલા સોમવારે (1 જાન્યુઆરી), જાપાનના ઇશિકાવા પ્રાંત અને તેની આસપાસના વિસ્તારોમાં એક પછી એક અનેક ભૂકંપ અનુભવાયા હતા, જેમાંથી મહત્તમ 7.6 હતી. ભૂકંપના કારણે ઓછામાં ઓછા 30 લોકોના મોત થયા છે.
પ્રવાસીએ શું કહ્યું?
અકસ્માતના અનેક વીડિયો સામે આવ્યા છે. તે જોઈ શકાય છે કે જાપાન એરલાઈન્સનું પ્લેન ટોક્યોના હાનેડા એરપોર્ટ પર ઉતરતી વખતે અહીં હાજર કોસ્ટ ગાર્ડ પ્લેન સાથે અથડાયું હતું. આ પછી આગ શરૂ થાય છે.
સ્કોટિશ અખબાર Aftonbladet સાથે વાત કરતા, સ્વીડન એન્ટોન ડીબે, જેઓ તેના પિતા અને બહેન સાથે જાપાન એરલાઇન્સના પ્લેનમાં મુસાફરી કરી રહ્યા હતા, તેમણે કહ્યું કે થોડી જ વારમાં આખી કેબિન ધુમાડાથી ભરાઈ ગઈ હતી. આ પછી ઈમરજન્સીના દરવાજા ખોલવામાં આવ્યા અને અમે બહાર આવ્યા.
NHK સાથે વાત કરતી વખતે, અન્ય એક મહિલા પેસેન્જરે કહ્યું કે મને લાગ્યું કે હું બચી શકીશ નહીં.
કેવી રીતે થયો અકસ્માત?
આ દુર્ઘટના એવા સમયે સામે આવી છે જ્યારે લોકો નવા વર્ષ બાદ રજાઓ મનાવીને દેશ પરત ફરી રહ્યા છે. જાપાન ટાઈમ્સ અનુસાર, હાનેડા એરપોર્ટ જાપાનના સૌથી વ્યસ્ત એરપોર્ટમાંથી એક છે.