યુપીના સીએમ યોગી આદિત્યનાથ, રામ મંદિર અને STF ADGને બોમ્બની ધમકી મળી છે. આ ધમકી ઈ-મેલ દ્વારા મળી છે. ઈ-મેલ મળ્યા બાદ લખનૌના સુશાંત ગોલ્ફ સિટી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.
નવા વર્ષની શરૂઆત પહેલા જ ફરી એકવાર એક હેરાન કરનારી ઘટના સામે આવી છે. શ્રી રામ મંદિર, સીએમ યોગી અને STF ADG અમિતાભ યશને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ધમકી ઈમેલ દ્વારા મોકલવામાં આવી છે. ધમકીભર્યો ઈ-મેલ મળ્યા બાદ યુપી 112ના ઈન્સ્પેક્ટર સહેન્દ્ર કુમારે સુશાંત ગોલ્ફ સિટી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી છે. તમને જણાવી દઈએ કે આ FIR ભારતીય કિસાન મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ દેવેન્દ્ર તિવારીની ફરિયાદ પર દાખલ કરવામાં આવી છે. દેવેન્દ્ર તિવારીને આ ઈ-મેલ મળ્યો હતો.