વિશ્વભરમાં 8 માર્ચ મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ મહિલાઓને સમર્પિત છે. મહિલા દિવસના બહાને દેશ અને દુનિયાની એવી મહિલાઓને યાદ કરીએ છીએ જેમણે વૈશ્વિક ફલક પર પોતાની અમિટ છાપ છોડી છે. પરંતુ આ સિવાય એવી સ્ત્રીઓ જે ખૂબ સિદ્ધિઓ હાંસલ નથી કરી પરંતુ આપણા સમાજ ને સ્વચ્છ કરવામાં મોટો ફાળો છે તેમનું સન્માન પણ જરૂરી બની રહી છે ત્યારે દર વર્ષે મનોવિજ્ઞાન ભવનમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અલગ અલગ રીતે મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે.
સંઘર્ષ કરીને એક હોદ્દા ઉપર પહોંચેલી મહિલાઓની નોંધ તો સૌ લે છે અને લેવી પણ જોઈએ પરંતુ એવી સ્ત્રીઓ કે જે આપણા ઘરના આંગણા, રસ્તાઓ, ઓફિસ કે અન્ય સ્થળ પર સફાઈ કરીને આપણા આજુબાજુના વાતાવરણને સ્વચ્છ રાખે છે 8 માર્ચ 2024 ના રોજ મહિલા દિવસની ઉજવણી કરવા માટે મનોવિજ્ઞાન ભવન એક નવી પહેલ કરી પહેલ કરી છે . જેમાં સફાઈ કામદાર સ્ત્રીઓને મનોવિજ્ઞાન ભવન વતી સન્માન કરવામાં આવ્યું અને આ વર્ષે આ રીતે મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં સફાઈ કામ કરતી સ્ત્રીઓને એક જીવન જરૂરિયાતની એક કીટ આપવામાં આવી કે જેની અંદર ચોખા, દાળ, માસ્ક, હાથ મોજા, સેનેટરી પેડ , સાબુ , ફિનાઇલ, કચરો ભરવા માટે કોથળો એવી વસ્તુઓ આપવામાં આવ્યા.
મહિલા દિવસ એ એક દિવસ મહિલાઓનું માન સન્માન કરવાનું દિવસ નથી પરંતુ આ દિવસે એક દરેક વ્યક્તિએ પોતાના ઘરમાં રહેલી સ્ત્રીઓ, પોતાના પાડોશમાં રહેલી સ્ત્રીઓ, આજુબાજુ સમાજની સ્ત્રીઓ તથા વ્યવસાયની જગ્યાએ રહેલી સ્ત્રીઓ તથા કોઈ પણ અન્ય સંસ્થાએ જે સ્ત્રીઓ છે તેને સન્માન આપવું એ નક્કી કરવું જોઈએ. એક દિવસ સ્ત્રીના વખાણ કરવાથી સ્ત્રી સન્માન કર્યું ન ગણાય. સ્ત્રી સન્માન કાયમી હોવું જરૂરી છે.
મહિલા દિવસ નિમિત્તે માત્ર પુરુષોએ જ સ્ત્રીઓનું સન્માન કરવું જોઈએ એવું નહીં પરંતુ એનાથી પણ વધુ વિશિષ્ટ જરૂરી છે કે સ્ત્રીએ સૌપ્રથમ પોતાનું સન્માન કરવું જોઈએ તથા સ્ત્રીઓએ આજે શૈક્ષણિક સિદ્ધિઓ હાસિલ કરી છે પરંતુ તેની સાથે સાથે એણે ડરપોક ન બનતા નીડર બનીને દરેક પરિસ્થિતિનો સામનો કરવો જોઈએ. કોઈપણ સમસ્યા આવતા દરેક સ્ત્રી પોતાના ભાઈ પિતા કે પતિ પાસે જઈને એવી અપેક્ષા રાખે છે કે કોઈ અન્ય મને મદદરૂપ બનશે પરંતુ એ વિચારમાંથી બહાર આવીને એક સ્ત્રીએ પોતાની દરેક સમસ્યા સામે લડવા માટે સક્ષમ બનવું જોઈએ. આવી એક પ્રતિજ્ઞા મહિલા દિવસ નિમિત્તે દરેક સ્ત્રીએ પોતે પણ લેવી જોઈએ.
મહર્ષિ અરવિંદ મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ પ્રોફેસર ડૉ. યોગેશ જોગસણ અને અધ્યાપક ડૉ. ધારા આર.દોશીના માર્ગદર્શનમાં વિદ્યાર્થીઓ દ્વારા મહિલા દિવસની અલગ રીતે ઉજવણી. સફાઈ કરતી મહિલાઓને જીવન જરૂરી વસ્તુ અને પોતાની સાર સંભાળ રાખી શકે તેવી વસ્તુઓની કીટ આપવામાં આવી.