અમદાવાદ-વેરાવલ સુપર ફાસ્ટ એક્સપ્રેસ અને અમદાવાદ-વેરાવલ એક્સપ્રેસ ટ્રેનોના ટર્મિનલ સ્ટેશનમાં પરિવર્તન

પશ્ચિમ રેલવે ના અમદાવાદ સ્ટેશનનું કાયાકલ્પ થઈ રહ્યું છે અને તેનું વિશ્વ સ્તર ના સ્ટેશન તરીકે પુનઃવિકાસિત કરવામાં આવશે. આના લીધે રાજકોટ મંડલથી થઈ ને જવાવાળી બે જોડી ટ્રેનોના ટર્મિનલ ને અમદાવાદ સ્ટેશનની જગ્યા ગાંધીનગર કેપિટલ સ્ટેશન માં શિફ્ટ કરવામાં આવ્યું છે. તદનુસાર, આ ટ્રેનોના સમયે પણ સંશોધિત કરવામાં આવશે. પ્રભાવિત થતી ટ્રેનોના બદલાયેલા સમયનો વિવરણ નીચે મુજબ છે:

અમદાવાદ થી ગાંધીનગર કેપિટલ શિફ્ટ કરેલ ટ્રેનોં:

1) ટ્રેન નંબર 22957 અમદાવાદ-વેરાવલ સુપરફાસ્ટ એક્સપ્રેસ નું ટર્મિનલ હવે ગાધીનગર કેપિટલ થઈ જશે અને આ ટ્રેન 02 એપ્રિલ, 2024 થી ગાંધીનગર કેપિટલ સ્ટેશનથી 21.55 વાગ્યે પ્રસ્થાન કરશે. આ ટ્રેનને ચાંદલોડિયા સ્ટેશન પર વધારાનો સ્ટોપેજ આપવામાં આવ્યો છે અને તેનું ચાંદલોડિયા સ્ટેશન પર આગમન/પ્રસ્થાન સમય 22.18/22.20 વાગ્યે હશે.

આજ રીતે, ટ્રેન નંબર 22958 વેરાવલ-અમદાવાદ સુપરફાસ્ટ એક્સપ્રેસ 01 એપ્રિલ, 2024 થી ગાંધીનગર કેપિટલ સ્ટેશન સુધી જશે અને ગાંધીનગર કેપિટલ સ્ટેશન પર 05.55 વાગ્યે આવશે. આ ટ્રેનને ચાંદલોડિયા સ્ટેશન પર વધારાનો સ્ટોપેજ આપવામાં આવ્યો છે અને તેનું ચાંદલોડિયા સ્ટેશન પર આગમન/પ્રસ્થાન સમય 05.10/05.12 વાગ્યે હશે.

2) ટ્રેન નંબર 19119 અમદાવાદ-વેરાવલ એક્સપ્રેસ નું ટર્મિનલ હવે 16 માર્ચ, 2024 થી ગાંધીનગર કેપિટલમાં થઈ જશે અને આ ટ્રેન ગાંધીનગર કેપિટલ સ્ટેશનથી 10.35 વાગ્યે પ્રસ્થાન કરશે. આ ટ્રેનને ચાંદલોડિયા સ્ટેશન પર વધારાનો સ્ટોપેજ આપવામાં આવ્યો છે અને તેનું ચાંદલોડિયા સ્ટેશન પર આગમન/પ્રસ્થાન સમય 11.00/11.02 વાગ્યે હશે. આ ટ્રેન સાબરમતી સ્ટેશન પર ઊભી નહિં રહે.

આજ રીતે, ટ્રેન નંબર 19120 વેરાવલ-અમદાવાદ એક્સપ્રેસ 15 માર્ચ, 2024થી ગાંધીનગર કેપિટલ સ્ટેશન પર ટર્મિનેટ થશે. આ ટ્રેનને ચાંદલોડિયા સ્ટેશન પર વધારાનો સ્ટોપેજ આપવામાં આવ્યો છે અને તેનું ચાંદલોડિયા સ્ટેશન પર આગમન/પ્રસ્થાન સમય 15.10/15.12 વાગ્યે હશે. આ ટ્રેન સાબરમતી સ્ટેશન પર ઊભી નહિ રહે. તેની સાથે જ મુસાફરોને ટ્રેન નંબર 09521 રાજકોટ-વેરાવલ લોકલ માં 14.03.2024 થી  અને ટ્રેન નંબર 09522 વેરાવલ-રાજકોટ લોકલ માં 15.03.2024 થી એક એસી ચેયરકારની સુવિધા પણ મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *