મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ જિલ્લાના સાણંદ ખાતે ડો. શાંતિલાલ ત્રિકમલાલ પટેલ સહકાર ભવન અને ગોડાઉનનું ખાતમુહૂર્ત કર્યું હતું. આશરે ₹24 કરોડના ખર્ચે નિર્માણ થનાર સહકાર ભવન અને ગોડાઉન સાણંદ પંથકના ખેડૂતો માટે ઉપયોગી નીવડશે. આ પ્રસંગે ત્યાં ઉપસ્થિત ખેડૂતો અને સહકારી આગેવાનોએ મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ પણ ઉપસ્થિત લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.
આ સહકાર ભવન અને ગોડાઉન આશરે ₹ 24 કરોડના ખર્ચે સુવિધાયુક્ત બનાવવામાં આવશે. નિર્માણ થનાર સહકાર ભવનની વિશેષતાની વાત કરીએ તો… આ સહકાર ભવન આશરે 10244.77 ચો.મી. વિસ્તારમાં હશે. આશરે 161 જેટલી દુકાનો આ ભવનમાં બનાવાશે. ચાર માળના આધુનિક ભવનમાં તમામ માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ હશે. આ ઉપરાંત બિલ્ડિંગમાં રૂફ ટોપ સોલાર સિસ્ટમની પણ સુવિધા હશે. અહીં નિર્માણ પામનાર ગોડાઉન આશરે 2492.74 ચોમી વિસ્તારમાં નિર્મિત થશે, જેના કુલ 3 યુનિટ હશે.