બાળકોનું આરોગ્ય જળવાઈ રહે તે માટે આઇ.સી. ડી .એસ કચેરી રાણાવાવ ખાતે બાળ પોષણવર્ધક પાઉડર વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ તકે તાલુકા વિકાસ અધિકારી રાણાવાવ એન.એમ.પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશા નિર્દેશનમાં સરકાર દ્વારા નાગરિકો તેમજ બાળકોના આરોગ્ય ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. સ્વસ્થ સમાજના નિર્માણ માટે બાળકોનું સ્વસ્થ હોવું ખૂબ જ આવશ્યક છે. જો બાળકો તંદુરસ્ત હશે તો જ દેશ વિકાસ સાધી શકશે. એટલે મારી સૌ વાલીઓને અપીલ છે કે આપણા બાળકોને સ્વાસ્થ્યવર્ધક ખોરાક આપી શારીરિક વિકાસ કર્યે.
આ તકે આઇ.સી.ડી.એસ. પોરબંદરના પ્રોગ્રામ ઓફિસર ભાવના જીડીયા જણાવ્યું હતું કે, વ્યસનએ શારીરિક તંદુરસ્તી માટે ખૂબ જ હાનિકારક છે. જો બાળકોનો તંદુરસ્ત શારીરિક વિકાસ સાધવો હોય તો વ્યસનથી મુક્ત રહેવું જોઈએ. મારી સૌ માતાઓને અપીલ છે કે, આઇ.સી. ડી.એસ. ઘટક કચેરી રાણાવાવ દ્વારા નિર્મિત બાળ પોષણવર્ધક પાઉડર આપણા બાળકો આપી તેમની તંદુરસ્ત રાખીએ.બાળ આરોગ્ય તથા સગર્ભા અને ધાત્રી માતાઓને આરોગ્ય વિષયક તકેદારી ભાગરૂપે લેવાના પગલાં વિશે ડૉ.ગીતાબેન વિરામગામા દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તેમજ બાળ પોષણવર્ધક પાઉડર હકારાત્મક અસર વિશે આંગણવાડી વર્કર પ્રવીણાબેન તેમજ રંજનબેન દ્વારા પોતાના અનુભવો વ્યક્ત કર્યા હતા.
આ તકે કાર્યક્રમ શાબ્દિક સ્વાગત મુખ્ય સેવિકા રાજે બેન તથા આભારવિધિ મુખ્ય સેવિકા પૂજાબેન ઓડેદરા દ્વારા કરવામાં આવી હતી. તેમજ બાળકોનું તાલુકા હેલ્થ કચેરી દ્વારા આરોગ્ય સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું.આ તકે કાર્યક્રમમાં આઇ.સી. ડી.એસ. કચેરી રાણાવાવના કર્મચારીઓ, આંગણવાડી બહેનો તેમજ બહોળી સંખ્યામાં બાળકો સહિત વાલીઓ ઉપસ્થીત રહ્યા હતા.