દર વર્ષે અમદાવાદમાં ફ્લાવર શોનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે અમદાવાદનાં ફ્લાવર શો ને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. મહત્વનું છે કે આ રેકોર્ડ અગાઉ ચીનનાં નામે હતો. મહત્વનું છે કે, અમદાવાદમાં ફ્લાવર શોમાં અમદાવાદીઓનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જેમાં અત્યાર સુધીમાં કુલ 7 લાખ 60 હજાર મુલાકાતીઓએ ફ્લાવર શો ની મુલાકાત કરી ચુક્યા છે.
અમદાવાદમાં AMC દ્વારા રિવરફ્રન્ટ ખાતે દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ કરોડો રૂપિયાનાં ખર્ચે ફ્લાવર શો નું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ફ્લાવર શો માં અને આકર્ષક સ્કલ્પચર બનાવવામાં આવ્યા હતા. એએમસી દ્વારા આયોજન કરેલ ફ્લાવર શો એ રેકોર્ડ બનાવ્યો હતો. જેમાં લોંગેસ્ટ ફ્લાવર સ્ટ્રક્ચર માટે અમદાવાદ ફ્લાવર શોને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું હતું. અગાઉ આ રેકોર્ડ 166 મીટરનો ચીનનાં નામે હતો.
ફ્લાવર શોની વાત કરીએ તો 31 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી ચાલનાર છે. આ 11 દિવસમાં કુલ 5 લાખ 73 હજારથી વધુ ટિકિટનું વેચાણ થયું છે. જેને લઈને AMCને ફ્લાવર શો માંથી 3 કરોડ 45 લાખની આવક થવા પામી છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં 50 થી વધુ શાળાનાં બાળકોએ પણ ફ્લાવર શો ની મુલાકાત કરી લીધી છે.
અમદાવાદ ખાતે એએમસી દ્વારા દર વર્ષે શિયાળામાં ફ્લાવર શો નું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પર 1 જાન્યુઆરીથી રિવરફ્રન્ટ ખાતે ફ્લાવર શો નું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ વખતે ફ્લાવર શો માં 5.45 કરોડનાં ખર્ચે 33 સ્કલ્પચર બનાવવામાં આવ્યા હતા.