ગિરનાર લીલી પરિક્રમાના રૂટના બોરદેવી ગેઇટથી ખોડીયાર ઘોડી સુધીના વિસ્તારમાં વન વિભાગના 20 જેટલા શ્રમિકોને દ્વારા સફાઈ હાથ ધરવામાં આવી હતી. જેમાં અંદાજિત 1 ટન જેટલો કચરો એકઠો કરવામાં આવ્યો હતો. તેમજ પરીક્ષેત્ર વન અધિકારી, ડુંગર ઉત્તર પરીક્ષેત્ર, જૂનાગઢએ તેમના કાર્યવિસ્તારમાં પાટવડ રાઉન્ડમાં આવતા હથેળીથી સરકડીયા પરિક્રમા રૂટ ખાતે વન વિભાગના સ્ટાફ અને મેંદાપરા તથા માલીડા ગામના ૧૪ જેટલા ગ્રામજનોએ સફાઇની કામગીરી કરી અંદાજિત 0.5 ટન ગિરનાર જંગલ વિસ્તારમાંથી પ્લાસ્ટિક તથા કચરો એકઠો કરવાની કામગીરી ચાલુ છે.
આમ, વન વિભાગના સ્ટાફ, શ્રમિકો, આસપાસના ગામ લોકો સાથે મળી અંદાજિત 1.5 ટન જેટલો પ્લાસ્ટિક અને કચરો એકઠો કરવાની કામગીરી કરવામાં આવી હતી. જેનો યોગ્ય રીતે નિકાલ કરવામાં આવ્યો હતો.
જૂનાગઢ વન વિભાગ તળેના ગિરનાર અભયારણ્ય જંગલ વિસ્તારમાં ચાલુ વર્ષે ગિરનાર લીલી પરિક્રમા-2023 અંતર્ગત પરિક્રમામાં દરમિયાન પરિક્રમા રૂટના જંગલ વિસ્તારમાં પ્લાસ્ટિક તથા કચરાના નિકાલ માટે કલેકટર અનિલકુમાર રાણાવસિયા અને નાયબ વન સંરક્ષક અક્ષય જોશીની સુચના અને માર્ગદર્શન હેઠળ સફાઈ કરવામાં આવી રહી છે.
જૂનાગઢ વન વિભાગ, જૂનાગઢ તળેના ગિરનાર અભયારણ્ય જંગલ વિસ્તારમાં ચાલુ વર્ષે ગિરનાર લીલી પરિક્રમા-2023 અંતર્ગત પરિક્રમામાં આવેલ શ્રધ્ધાળુઓ દ્વારા પરિક્રમા રૂટના જંગલ વિસ્તારમાં ફેંકવામાં આવેલ પ્લાસ્ટિક તથા કચરાના નિકાલ માટે નાયબ વન સંરક્ષક, જૂનાગઢ વન વિભાગ, જૂનાગઢની સુચના અને માર્ગદર્શન હેઠળ પરીક્ષેત્ર વન અધિકારી, ડુંગર ઉત્તર પરીક્ષેત્ર, જૂનાગઢએ તેમના કાર્યવિસ્તારમાં આવતા પરિક્રમા રૂટ ઝીણા બાવાની મઢીથી માળવેલા ઘોડી વિસ્તારમાં રાજય અનામત પોલીસ તાલીમ કેન્દ્ર ચોકી (સોરઠ)ના 280 તાલીમાર્થીઓ અને વન વિભાગના સ્ટાફ દ્વારા અલગ-અલગ ટુકડીઓ બનાવી ગિરનાર જંગલ વિસ્તારમાંથી અંદાજિત 1.5 ટન, જાંબુડી રાઉન્ડ વિસ્તારમાં વન વિભાગના મજુરો તથા આસપાસના ગામના 122 લોકો સાથે અલગ-અલગ ટુકડીઓમાં અંદાજિત 17 ટન, પાટવડ રાઉન્ડ વિસ્તારમાં વન વિભાગના સ્ટાફ અને કરિયા ગામના 21 ગ્રામજનો દ્વારા અંદાજિત 1 ટન જેટલો કચરો એકઠો કરવામાં આવેલ છે.