રાજકોટમાં લાયસન્સ-મંજૂરી વગર ફટડકા વેંચતા 12 ધંધાર્થીઓ સામે ફરિયાદ

દિવાળીને તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે તહેવારને લઈ ઠેર-ઠેર ફટાકડાના સ્ટોલ શહેરોની બજારમાં જોવા મળી રહ્યા છે. બીજી તરફ લાયસન્સ કે મંજૂરી વગર ફટાકડા વેચતા લોકો સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજકોટ શહેરમાં દિવાળીને લઈ અનેક જગ્યાએ ફટાકડાના સ્ટોલની તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન 12 જેટલા ધંધાર્થીઓ કોઈપણ પ્રકારના લાયસન્સ કે મંજૂરી વગર ફટાકડા વેંચતા હોવાનું સામે આવ્યું હતું. જેને લઈ ફાયર વિભાગ દ્વારા વેપારી સામે ફરિયાદ કરવામાં આવી છે.

 

રાજકોટ ફાયર વિભાગની કાર્યવાહી

રાજકોટમાં દિવાળીના ગણતરીના દિવસો પહેલા ફટાકડા ખરીદવા લોકો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. આ દરમિયાન રાજકોટનું ફાયર વિભાગ પણ કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા ફરજના ભાગરૂપે કવાયતમાં લાગ્યું છે. રાજકોટ ફાયર વિભાગ દ્વારા શહેરમાં લાયસન્સ કે જરૂરી મંજૂરી વગર ફટડકા વેંચતા 12 ધંધાર્થીઓ સામે ફરિયાદ કરવામાં આવી છે. મહત્વનું છે કે, આજથી ફાયર સ્ટાફ રાઉન્ડ ધી ક્લોક ચાર દિવસ ખડેપગે રહેશે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *