વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું સમાપન, આટલા લાખ કરોડ રૂપિયાના થયા MoU

રાજ્યમાં યોજાયેલી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આજે સમાપન થયું છે. જેમાં 26.33 લાખ કરોડના રોકાણ માટે MoU પર હસ્તાક્ષર થયા હતા. આ સાથે જ વાઇબ્રન્ટ ગુજરાતમાં એમઓયુઓનો અત્યાર સુધીનો રેકોર્ડ તૂટ્યો છે.

45 લાખ કરોડથી વધુના MOU થયા

વર્ષ 2022માં કોરોના મહામારીને કારણે મુલતવી રાખવામાં આવેલી વાઈબ્રન્ટ સમિટમાં 57, 241 પ્રોજેક્ટ્સમાં 18.87 લાખ કરોડ રૂપિયાના એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. તો જાન્યુઆરી 2024માં યોજાયેલી વાઈબ્રન્ટ સમિટની આ 10મી આવૃત્તિમાં 41,299 પ્રોજેક્ટ્સમાં રૂ. 26.33 લાખ કરોડના રોકાણ માટે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.

ગુજરાતે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી

મહત્વનું છે કે વાઇબ્રન્ટ ગુજરાતમાં એમઓયુઓનો અત્યાર સુધીનો રેકોર્ડ તૂટ્યો છે. ગાંધીનગરમાં આયોજિત વાઇબ્રન્ટ સમિટનું સમાપન થઇ ચૂક્યું છે. ત્યારે સમિટમાં થયેલા રોકાણના આંકડા સામે આવ્યા છે. જેમાં ગુજરાતે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે.

કુલ 98,540 પ્રોજેક્ટ માટે એમઓયુની ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી

જાન્યુઆરી 2024માં યોજાયેલી વાઈબ્રન્ટ સમિટની આ 10મી આવૃત્તિમાં રેકોર્ડબ્રેક MOU થયા છે. ગુજરાતે રૂ.45 લાખ કરોડથી વધુના રોકાણ માટે કુલ 98,540 પ્રોજેક્ટ માટે એમઓયુની ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે tweet કરીને આ જાણકારી આપી છે.

તો જાન્યુઆરી 2024માં યોજાયેલી વાઈબ્રન્ટ સમિટની આ 10મી આવૃત્તિમાં 41,299 પ્રોજેક્ટ્સમાં રૂ. 26.33 લાખ કરોડના રોકાણ માટે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ રીતે ગુજરાતે રૂ. 45 લાખ કરોડથી વધુના રોકાણ માટે કુલ 98,540 પ્રોજેક્ટ માટે એમઓયુની ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *